રશિયન સેનાના હુમલાઓના કારણે યુક્રેનનું મારિયુંપોલ શહેર નરક જેવું બની ગયું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે શહેરને રશિયાની સેનાએ તહસ નહસ કરી નાંખ્યું છે અને શહેરના બાળકો પાસે ખાવાના અને પીવાના પાણીના ફાંફા છે. તરસ્યા બાળકો રેડિયેટરનું પાણી પીવા માટે અને મરેલા કુતરા ખાવા માટે મજબૂર બન્યા છે. મારિયુપોલ શહેરના એક થિયેટરમાં મહિલાઓ અને બાળકો સહિત 1200 લોકો આશરો લઈ રહ્યા હતા ત્યારે ગયા બુધવારે રશિયાએ તેના પર પણ બોમ્બમારો કર્યો હતો. આ શહેર હવે કાટમાળમાં ફેરવાઈ ગયું છે. અહીંયા હજી પણ બે લાખ લોકો ફસાયેલા છે. જેમને રશિયાએ અમાનવિય હાલતમાં છોડી દીધા છે.

હ્યુમન રાઈટસ વોચનું કહેવું છે કે, આ શહેર લાશો અને ઈમારતોના કાટમાળ વચ્ચેનું બર્ફિલુ નરક બની ગયું છે. એક સ્થાનિક નાગરિકે એક અખબાર સાથે વાત કરતા કહ્યું હતું કે, લોકો જીવતા રહેવા માટે અહીંયા રખડતા કુતરાને ખાઈ રહ્યા છે. એક અખબારે સ્થાનિક વેપારી દિમિત્રોને ટાંકીને કહ્યું હતું કે, તમને વિશ્વાસ નહીં આવે પણ આ ધરતી પરનું નરક છે. મારિયુપોલની મહિલા વિકટોરિયા કહે છે કે ત્રણ બાળકોને તો હું જાણું છું જેમના મોત ભૂખ અને તરસના કારણે થયા હોય. 21મી સદીમાં પણ બાળકો આ રીતે મરી રહ્યા છે.

વિકટોરિયાનું કહેવુ છે કે, તમામ ઈમારતો નષ્ટ થઈ ગઈ છે અને છતા રશિયાના હુમલા હજી પણ યથાવત છે. લોકો બેઝમેન્ટમાં છુપાઈ રહ્યા છે પણ બોમ્બ ધડાકા એટલા તીવ્ર હોય છે કે, બેઝમેન્ટમાં પણ લોકો મરી રહ્યા છે. લોકો પાસે પીવા માટે પાણી નથી. શહેરમાં લોકો રેડિયેટરમાંથી પાણી કાઢીને પી રહ્યા છે અને કુતરાને ખાઈ રહ્યા છે. દરમિયાન સ્થાનિક મહિલાઓએ રશિયન સૈનિકો દ્વારા યુક્રેનના ઈરપિન શહેરમાં મહિલાઓ પર રેપ થઈ રહ્યો હોવાના આરોપ પણ લગાવ્યા છે.
READ ALSO:
- ફિલ્મ RRRને મિસ કરવી મોટી ભૂલ, ફિલ્મનો આવી ગયો પ્રથમ રિવ્યૂ : “આગ લગા દેને વાલી હૈ યે ફિલ્મ”
- એક ના થયા / સાઉદી અરબ અને યુએઈએ કાશ્મીર મામલે એવો નિર્ણય લીધો કે પાકિસ્તાનને ચચરી ગયો
- મોટી ચેતવણી/ અમદાવાદની આજુબાજુના આ 68 ગામોમાં જમીન ખરીદી હોય કે પછી બંગલો-ફ્લેટ નોંધાવ્યો હોય તો ચેતજો, સરકાર ભરશે સખત પગલાં
- રાહતની વાત! 6 મહિના બાદ સંક્રમણના સૌથી ઓછા નોંધાયા 10 કેસ, ૩૩ જિલ્લામાં એકપણ નવો કેસ નહીં
- મહેસાણા! બેફામ કારચાલક રોંગ સાઈડ ચલાવતા કાર અચાનક પલટી જતા અગનગોળામાં ફરવાઈ, બે ઈજાગ્રસ્ત