બેન્ક આપે છે બચત ખાતા પર 21 ટકા વ્યાજ, નવી બેન્કની અનોખી પહેલ

બેન્કમાં ખાતુ ધરાવતી દરેક વ્યક્તિને ખબર છે કે જમા રકમ પર વ્યાજનો દર વધતો-ઘટતો રહે છે. વ્યાજ વધુ કે ઘટવુ તે આર્થિક સ્થિતિ પર નિર્ભર કરે છે. તે ક્યારેય ગ્રાહકની શારીરીક ગતિવિધિઓ પર નિર્ભર નથી કરતુ. યુક્રેનની મોનો બેન્કે એક અનોખી પહેલ કરી છે. લોકો વધુમાં વધુ ચાલતા થાય તે માટે વ્યાજના દરને તેની સાથે જોડી દીધા છે. શરત માત્ર એટલી છે કે રોજ તમારે ઓછામાં ઓછા 10,000 ડગલા ચાલવુ પડશે.

ગ્રાહક રોજના 10,000 ડગલા ચાલે તે છે શરત

મોનો યૂક્રેનની નવી બેન્ક છે. વધારે વ્યાજ ધરાવતા ખાતાને સ્પોર્ટસ ડિપોઝિટ નામ આપવામાં આવ્યુ છે.  ગ્રાહકોએ સ્માર્ટફોનમાં એક હેલ્થ એપ ડાઉનલોડ કરવી પડે છે. તે તેની શારીરીક ગતિવિધિઓનુ મોનીટરીંગ કરે છે. એપનો ડેટા બેન્કની પાસે રહે છે. તેથી બેન્ક જોય શકે છે કે તેના ગ્રાહક કેટલુ ચાલે છે. મોનો બેન્કના જે ગ્રાહક રોજના 10,000 ડગલા ચાલે છે, તેને બચત ખાતા પર 21% વ્યાજ મળે છે. પરંતુ કોઈ સતત ત્રણ દિવસ સુધી ઓછુ ચાલે છે તો તેને માત્ર 11 ટકાના દરે વ્યાજ મળે છે.

બેન્કના ગ્રાહકોની સંખ્યા 5 લાખથી વધુ

વર્તમાન સમયમાં બેન્કના ગ્રાહકોની સંખ્યા અંદાજે 5 લાખથી વધુ છે. વર્તમાન સમયમાં બેન્ક્ના અંદાજે 50 ટકા ગ્રાહકો 21 ટકા સુધી વ્યાજ લઈ રહ્યા છે. બેન્કે અંદાજે બે ગણા વ્યાજની ઓફર તે વિચારીને રાખી છે કે કોઈ પણ વ્યક્તિ રોજનુ ચાલી ન શકે. કારણ કે યુક્રેનની રાજધાની કીવમાં બહુ ઠંડી પડે છે. વધુ વ્યાજ મેળવવા માટે તેને લોકો ચેલેન્જના રૂપમાં લઈ રહ્યા છે. આવા એક ગ્રાહક એલેકસી ડોઅજડોવે કહ્યુ કે તે રોજ સાંજે ચાલે છે. તેમને તેમાં મજા આવે છે કારણ કે રોજ તેણે ખુદને સાબિત કરવા પડે છે.

મેદસ્વિતા ઘટાડવાનો બેન્કનો ધ્યેય

આ બેન્કના ત્રણ સીઈઓ છે જેમનુ નામ ડિમા ડુબિલેટ, મિશા રોગાલ્સકી અને ઓલેગ ગોરોખોવસ્કી. ગ્રાહક ચાલે તે આઈડિયા ત્રણેય વ્યક્તિનો છે. બ્રિટેનની જેમ યુક્રેનમાં પણ મેદસ્વીતાની બિમારી વધી રહી છે તેને ઘટાડવાનો પણ આ યોજનાનો એક ધ્યેય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter