ઉકાઇ ડેમના કેચમેન્ટમાં આ વર્ષે મેઘરાજાની મહેર જોવા મળતા મૌસમનો કુલ 28.32 ઇંચ વરસતા ડેમની સપાટી 19 ફૂટ વધીને ડેમ 81 ટકા ભરાવવાની સાથે જ એલર્ટ લેવલને પાર કરતા ખેતીપાક અને પીવાના પાણી માટે આખુ વર્ષે ચાલે તેટલુ પાણી સ્ટોરેજ થઇ જતા ખેડુતોનું ટેન્શન દૂર થઇ ગયુ છે. પણ સુરતીઓનું ટેન્શન યથાવત છે.
સપાટી 336 ફુટને પાર થઇ ગઇ, પૂરનું જોખમ
ઉકાઇ ડેમના કેચમેન્ટમાં આ વર્ષ સમયસર વરસાદનું આગમન થઇ જતા પાણીની આવક પણ શરૃ થઇ ગયુ હતી. જુનથી લઇને ઓગસ્ટ સુધીના ત્રણ મહિનામાં કેચમેન્ટમાં કુલ ૧૪૮૭૧ મિ.મિ અને સરેરાશ ૨૮.૩૨ ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ બ્લાઇન્ડ કેચમેન્ટના સાગબારામાં ૫૮.૮૪ ઇંચ અને સૌથી ઓછો વરસાદ નિઝામપુરામાં ૫ ઇંચ નોંધાયો છે. આ વરસાદની સાથે જ ઉકાઇ ડેમની સપાટી ૩૧૮ ફૂટ હતી. તે વખતથી પાણી આવવાની શરૃઆત થઇ હતી. ત્યારથી આજદિન સુધીમાં ડેમમાં ૧૯ ફૂટ પાણી આવતા સપાટીમાં વધારો થઇને ૩૩૭ ફૂટ પહોંચી છે. આ સપાટી ઉકાઇ ડેમના એલર્ટ લેવલ ૩૩૬.૩૪ ફૂટને પાર કરી ગઇ છે. આમ ઉકાઇ ડેમ ૮૧ ટકા ભરાઇ ચૂકયો છે.


આમ ઉકાઇ ડેમમાં ખેતીપાક માટે તેમજ સુરત શહેર, દક્ષિણ ગુજરાતના લોકો માટે પીવાના પાણીની મુશ્કેલીઓ દૂર થઇ ગઇ છે. પરંતુ શહેરીજનોના માથે પૂરને સંકટ ઉભુ છે. જો કે સતાધીશો સતત વરસાદ પર વોચ રાખીને પાણી છોડવાનો નિર્ણયો ફટાફટ લઇ રહ્યા છે.

કયા લેવલે કેટલું સ્ટોરેજ
લેવલ સપાટી સ્ટોરજ(%)
વોર્નિગ ૩૩૧.૪૩ ૭૦
એલર્ટ ૩૩૬.૩૪ ૮૦
હાઇ એલર્ટ ૩૪૦.૮૪ ૯૦
ભયજનક ૩૪૫.૦૦ ૧૦૦
Read Also
- પિતા બન્યા બાદ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર બદલ્યો પોતાના બાયો, પત્ની અને દિકરી માટે લખી આ ખાસ વાત
- સરકારે ચાલુ ખરીફ સત્રમાં અત્યાર સુધી MSP યોજના હેઠળ ખરીદ્યું 1.06 લાખ કરોડનું અનાજ
- એલન મસ્કને પાછળ છોડી જેફ બેઝોસ બન્યા ફરીથી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ, જાણો મુકેશ અંબાણી સહિત ટોપ 10 ધનિકો
- બેંક ખાતા સાથે લિંક મોબાઈલ નંબરનો ઉપયોગ નથી કરતા, તો તુરંત બદલો નહિ તો થઈ શકે છે નુકશાન
- હવે તમારી રસોઈના સ્વાદને વઘારવા અપનાવો ઢાબા સ્ટાઈલ તડકાની રીત, મળશે અલગ સ્વાદ અને સુગંધ