GSTV
India News Trending

ભાગેડું ઉદ્યોગપતિઓને મોટો ઝટકો, બ્રિટને લીધો આ મોટો નિર્ણય

ભારતમાં કરોડો રૂપિયાનો ચુનો લગાવી બ્રિટન ભાગી જનારા ભાગેડું ઉદ્યોગપતિઓને મોટો ઝટકો લાગી શકે છે. બ્રિટન સરકારે બુધવારે ગોલ્ડન વીઝાને રદ કર્યા છે. આ મામલે બ્રિટનના અધિકારીઓએ જણાવ્યુ હતું કે, ગોલ્ડન વીઝાનો દુરઉપયોગ થતો હોવાથી વીઝાના નવા નિયમ ન બને ત્યાં સુધી ગોલ્ડન વીઝાને રદ કરવામાં આવ્યા છે.

બ્રિટન સરકારે હમેશા રોકાણકારોનું સ્વાગત કર્યુ છે. પરંતુ એવા ભાગેડુઓને સરકાર સહન નહી કરે જેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યુ હોય. બ્રિટન સરકારે વધુમાં જણાવ્યુ કે, વીઝાનું પાલન કરાવવા માટે વીઝા માટે અરજી કરનારને વીઝાના આકલનની જવાબદારી સોંપવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે, ગોલ્ડન વીઝા હેઠળ કોઈપણ વ્યક્તિ 20 લાખ પાઉન્ડનું રોકાણ બ્રિટનમાં કરે તો તેને ગોલ્ડન વીઝા આપવામાં આવે છે. રોકણની રકમ 50 લાખ પાઉન્ડ થવા પર બ્રિટનમાં સ્થાયી થવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. બ્રિટનમાં 76 ભારતીય ઉદ્યોગપતિઓને ગોલ્ડન વીધા મળ્યા છે. જેનો ઉપયોગ ભરપુર રીતે કરવામાં આવી રહ્યો છે.

Read Also 

Related posts

ફિફા વર્લ્ડકપ 2022 / દિગ્ગજ ફૂટબોલર મેસ્સીની મેચ પહેલા સ્ટેડિયમ પાસે લાગી આગ, અફરા-તફરીનો સર્જાયો માહોલ

Hardik Hingu

કેજરીવાલની સરકારે ઈમામોને અપાતા પગાર સામે RTI કરાઈ હતી દાખલ, માહિતી આયોગે પસાર કર્યો આદેશ

Hardik Hingu

ચીનમાં ફરી ચામાચિડીયામાંથી મળ્યો ખતરનાક વાયરસ, માણસો માટે બનશે સંકટ

GSTV Web Desk
GSTV