GSTV

નોકરીની તલાશમાં ફસાઈ ગઈ 19 વર્ષની યુવતી, એક રાતમાં 20 પુરુષો કરતા હતા બળાત્કાર

નોકરીની જાહેરાતથી નરકમાં ફસાયેલી ઈંગ્લેન્ડની ટિનેસાઇડની રહેતી એક મહિલાએ 19 વર્ષની ઉંમરમાં પોતાની સાથે થયેલા દુર્વ્યવહારની ઘટનાની આપવીતી જણાવી હતી. આ મહિલા નોકરીની જાહેરાત જોઇને એમ્સટર્ડમ ગઇ હતી, પરંતુ ત્યાં તેને કિડનેપ કરીને વેચી દેવામાં આવી હતી.

શરીરના રૂંવાડા ઉભા કરી નાખે તેવી કહાની સંભળાવતા મહિલાએ જણાવ્યું કે તેને એક રાતમાં 20 પુરૂષો સાથે ઉંઘવા માટે મજબૂર કરવામાં આવતી હતી. મહિલાએ જણાવ્યું કે તેને બંદૂકની અણીએ કિડનેપ કરવામાં આવી હતી. ત્યારબાત તેને સેક્સ સ્લેવના રૂપમાં વેચી દેવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ, મહિલાને એમ્સટર્ડમના ચર્ચિત રેડ લાઇટ એરિયામાં રાખવામાં આવી હતી. બાદમાં મહિલાને પોતાની સાથે થયેલી બળાત્કારની ઘટનાઓને વાગોળીને ડરના સપના આવતા હતા. તેમણે જણાવ્યું કે, એક વખત તેમની સામે થાઇલેન્ડની એક મહિલાને મારી નાખવામાં આવી, કારણકે તેણે પોતાના દલાલો માટે પર્યાપ્ત પૈસા કમાવ્યા નહોતાં.

મહિલાએ પોતાની કહાનીને જણાવવા માટે સ્લેવ ગર્લ નામથી બુક લખી છે. તેમણે જણાવ્યું કે જે જાહેરાતને જોઇને તેણી એમ્સટર્ડમ ગઇ હતી, તેને એક ગુનેગારે છપાવી હતી. એમ્સટર્ડમ એરપોર્ટ પર પહોંચતા જ તેનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો અને વેશ્યાલયમાં પહોંચાડી દેવામાં આવ્યો. હવે 42 વર્ષની મહિલાએ જણાવ્યું કે તેમને ખૂબ ઓછુ જમવાનું આપવામાં આવતુ હતું. તેણે દર્દને ઓછું કરવાના પ્રયાસરૂપે કોકીનની ટેવ પડી ગઇ હતી.

READ ALSO

Related posts

Salman khan troll : સલમાન ખાને પહેર્યું ઊંધું માસ્ક, યુઝર્સે કહ્યું- ‘ ક્યારેય માસ્ક ન પહેરતો વ્યક્તિ જ્યારે …’

Vishvesh Dave

VIDEO / નીરજ ચોપરાએ ફરી તેના ડાન્સ મૂવ્સથી લોકોને બનાવ્યા દિવાના, ડાન્સર રાઘવ જુયાલને પણ આપી ટિપ્સ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!