GSTV

કોરોના સંક્રમણનો ભય જોતાં બ્રિટિશ PM બોરિસ જોનસને ભારત પ્રવાસ કર્યો રદ, વિરોધ પક્ષોએ વધાર્યું હતું દબાણ

Last Updated on April 19, 2021 by Harshad Patel

ભારતમાં કોરોનાની બેલગામ બેકાબૂ બની ગઈ છે. સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજેરોજ નવા કેસની સંખ્યાના નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. ભારતમાં વધી રહેલા સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને યુનાઈટેડ કિંગ્ડમના વડાપ્રધાન બોરિસ જોનસને પોતાની ભારત યાત્રા મુલતવી રાખી દીધી છે. હવે તેઓ થોડા દિવસો બાદ ભારત આવવાની યોજના બનાવી શકે છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન 25 એપ્રિલના રોજ ભારત આવવાના હતા પરંતુ હવે આ પ્રવાસ ટાળી દેવામાં આવ્યો છે.

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન પર ભારત પ્રવાસ રદ્દ કરવાનું દબાણ વધી ગયું

સમગ્ર વિશ્વમાં વકરી રહેલા કોવિડ-19 સંક્રમણને કારણે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન પર ભારત પ્રવાસ રદ્દ કરવાનું દબાણ વધી ગયું હતું. બ્રિટનની વિપક્ષ લેબર પાર્ટીએ પણ બોરિસ જોનસન પોતાનો પ્રવાસ રદ્દ કરે તેવી માંગણી કરી હતી. સાથે જ લેબર પાર્ટીએ બોરિસ જોનસન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધ મામલે ઓનલાઈન ચર્ચા શા માટે નથી કરતા તેવો સવાલ કર્યો હતો.

અગાઉ 26 જાન્યુઆરીના રોજ પણ તેમની ભારત યાત્રા મુલતવી રહી હતી

આ સાથે જ બીજી વખત બોરિસ જોનસનનો ભારત પ્રવાસ રદ્દ થયો છે. અગાઉ 26 જાન્યુઆરીના રોજ પણ તેમની ભારત યાત્રા મુલતવી રહી હતી. 2019માં યોજાયેલી બ્રિટનની સામાન્ય ચૂંટણી બાદ તે બ્રિટિશ પીએમની પહેલી મોટી વિદેશ યાત્રા હતી અને હવે તેને પણ મુલતવી રાખવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah

વિડીયો/ હાથીએ બસ પર કર્યો હુમલો, IFSએ સમજદાર ડ્રાઈવરની કરી પ્રશંસા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!