GSTV

UKમાં રાજકીય સંકટ! શું બ્રિટિશ પીએમ બોરિસ જોનસનને તેમની પાર્ટી હટાવશે? ગણતરીના કલાકોમાં લેવાશે નિર્ણય

Last Updated on January 14, 2022 by pratik shah

લોકડાઉનમાં પોતાના સત્તાવાર નિવાસ સ્થાને દારુની પાર્ટી યોજીને ફસાયેલા બ્રિટિશ પીએમ બોરિસ જોનસનના રાજીનામા માટે માંગ વધી રહી છે.એવુ કહેવાય છે કે, બોરિસ જોનસન રાજીનામુ નહીં આપે તો તેમની કન્ઝર્વેટિવ પાર્ટી તેમને પીએમ તરીકે હટાવી શકે છે. બીજી તરફ ઈન્ફોસિસના સ્થાપક નારાયણમૂર્તિના જમાઈ તેમજ બ્રિટનના નાણા મંત્રી રુષિ સુનક હવે પીએમ બનવાની રેસમાં હોવાની ચર્ચા ચાલી રહી છે.

રુષિ સુનકને જોનસનની જગ્યાએ પીએમ બનાવાય તેવી શક્યતા સૌથી વધારે

બ્રિટનમાં સટ્ટો લગાવતી એક કંપનીએ દાવો કર્યો છે કે, રુષિ સુનકને જોનસનની જગ્યાએ પીએમ બનાવાય તેવી શક્યતા સૌથી વધારે છે.આ ઉપરાંત વિદેશ મંત્રી લિઝ ટૂસ તથા કેબિનેટ મિનિસ્ટર માઈકલ ગોવ પણ આ પદ માટે રેસમાં છે.પૂર્વ વિદેશ મંત્રી જેરમી હન્ટ, ભારતીય મૂળના ગૃહ મંત્રી પ્રીતિ પટેલ, સ્વાસ્થઅય મંત્રી સાદિક જાવેદ પણ આ રેસમાં સામેલ છે.

રુષિ સુનક ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સ, ફિલોસોફી અને પોલિટિક્સ વિષય ભણેલા છે.સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથઈ તેમણે એમબીએ કર્યુ છે અને રાજકારણમાં આવતા પહેલા તેઓ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સાક્સ અને હેઝ ફંડમાં પણ કામ કરી ચુકયા છે. સુનકના પિતા પંજાબના છે અને બાદમાં તેઓ લંડનમાં સ્થાયી થયા હતા.

READ ALSO

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

UP Election 2022 : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુપીમાં ચૂરણ વેચનારનો વીડિયો કર્યો શેર, જાણો શું છે સમગ્ર મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!