GSTV

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને ફિયાન્સે કેરી સાયમન્ડ્સ સાથે કરી લીધા લગ્ન! રિપોર્ટ

Last Updated on May 30, 2021 by Damini Patel

બ્રિટનના પીએમ બોરિસ જોનસને પોતાની ફિયાન્સે કેરી સાયમન્ડ્સ સાથે એક સિક્રેટ સેરેમનીમાં લગ્ન કરી લીધી છે. બ્રિટિશ મીડિયા અનુસાર આ શમારોહ શનિવારે વેસ્ટમિન્સ્ટર કેથેડ્રલમાં આયોજિત કરવામાં આવ્યો હતો. જોનસનની ડાઉનીંગ સ્ટ્રીટ ઓફિસની મહિલા પ્રવક્તાએ આ રિપોર્ટ પર ટિપ્પણી કરવાથી ઇનકાર કરી દીધો છે.

બ્રિટિશ અખબાર અનુસાર આ લગ્નમાં તમામ મહેમાનોને અંતિમ સમયે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીં સુધી કે જોનસનની ઓફિસના વરિષ્ઠ ઓફિસરોને પણ જાણકારી હતી નહીં. કોવિડ-19 મહામારીના કારણે બ્રિટનમાં હાલ લગ્નમાં 30 લોકોને સામેલ થવાની જ મંજૂરી છે.

2019માં જાહેર કર્યો હતો સબંધ

56 વર્ષના બોરિસ જોનસન 2019થી પ્રધાનમંત્રી બન્યા પછી ડાઉન સ્ટ્રીટમાં પોતાની ફિયાન્સે કેરી સાયમન્ડ્સ સાથે રહી રહ્યા હતા. ગયા વર્ષે બંનેએ પોતાના સબંધની ઘોષણા કરી હતી અને આવનારા બાળક અંગે પણ જણાવ્યું હતું. એપ્રિલ 2020માં એમને દીકરો થયો હતો. એમનું નામ વિલ્ફ્રેડ લોરી નિકોલસ જોનસન પણ છે.

બ્રિટિશ અખબારે આ માહિનાના શરૂઆતમાં જ ખબર આપી હતી કે પરિવાર અને મિત્રોને આમંત્રણ જુલાઈ 2022 માટે આપવામાં આવ્યું છે. ત્યાં જ બોરિસ જોનસનની પર્સનલ લાઈફ ખુબ ગુચવાળા વાળી છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર અંગે જુથ્થુ બોલવાના કારણે વિપક્ષમાં એક વાર કન્ઝર્વેટિવ પાર્ટીની પોલિસી ટીમથી બરખાસ્ત કરી દેવામાં આવ્યા હતા. એમનો બે વખત ડિવોર્સ થયો છે.

Read Also

Related posts

ગુજરાતના રાશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: સપ્ટેમ્બર માસનું અનાજ 18 તારીખથી અપાશે, 17 દિવસ લાખો પરિવારને ભૂખ્યા રાખ્યા

Pravin Makwana

નવી પાર્કિંગ પોલિસી: આડેધડ મનફાવે ત્યાં પાર્કિંગ કરી શકાશે નહીં, નક્કી કરેલી જગ્યાએ જ વાહન પાર્ક કરવા

Pravin Makwana

વિરાટ કોહલીના T-20 કેપ્ટન્સી છોડવાના નિર્ણયનું પત્ની અનુષ્કાએ કંઈક આ રીતે કર્યું સ્વાગત, જાણો એક્ટ્રેસનું રિએક્શન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!