GSTV
India News Trending World

દિલ્હી હિંસાના બ્રિટેનની સંસદમાં પડધા પડ્યા, વડાપ્રધાન મોદીને ખરીખોટી સંભળાવી

દિલ્હીમાં થયેલી હિંસાને લઈ બ્રિટેનની સંસદમાં અમુક સાંસદોએ તીખી પ્રતિક્રિયા આપી છે. દિલ્હી હિંસા પર ચિંતા વ્યક્ત કરતા બ્રિટિશ સાંસદોએ વિદેશ મંત્રાલયને આ મુદ્દા પર ભારત સરકાર સાથે વાતચીત કર્યા અંગેની જાણકારી માગી છે. બ્રિટિનના શિખ સાંસદ તનમનજીત સિંહ અને પ્રિત ગિલ કૌરે દિલ્હી હિંસા પર સરકારને અનેક સવાલ કર્યા છે. આ સાંસદોએ જણાવ્યું હતું કે, દિલ્હીની આવી હાલત જૂની યાદો અપાવે છે.

દિલ્હીની હિંસાએ જૂની યાદો તાજી કરાવી

બ્રિટિશ સાંસદ તનમનજીત સિંહે કહ્યું હતું કે, જ્યારે હું ભારતમાં અભ્યાસ કરી રહ્યો હતો, ત્યારે એક અલ્પસંખ્યક તરીકે 1984ના શિખ નરસંહારનો સાક્ષી બન્યો હતો. આપણે ઈતિહાસમાંથી શિખવું જોઈએ. અમુક લોકોના ભડકાઉ ભાષણમાં ન આવવું જોઈએ, જે સમાજને વહેંચવાનું કામ કરી રહ્યા છે.જે ધર્મની આડમાં લોકોને મારવાનું કામ કરે છે. ધાર્મિક સ્થળોને નુકશાન પહોંચાડવાનું કામ કરે છે. જ્યાં તેમણે ભારતીય મુસ્લિમો સાથે થઈ રહેલી ઘટનાઓને પણ વખોડી છે.

મુસ્લિમો પર અત્યાચાર અને મોદી ચૂંટણી જીતવાના ફાયદા ગણાવે છે

આ ઉપરાંત લેબર પાર્ટીના સાંસદ ખાલિદ મહેમૂદે પણ સવાલ કર્યો હતો કે, દિલ્હીમાં થઈ રહેલી હિંસા પર યૂકેની સરકાર શું કરી રહી છે. મહેમૂદે ચેતવણી આપી છે કે, નાગરિકતા સંશોધન કાયદા બાદ એનઆરસી આવશે અને બાદમાં મુસ્લિમો સાથે અન્યાય થશે અને તેમને ડિટેંશન કેમ્પમાં રાખવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુસ્લિમોની મારવામાં આવી રહ્યા છે અમે મોદી તેમની ચૂંટણીમાં જીતના ફાયદા ગણાવી રહ્યા છે.

ભારતમાં બની રહેલી ઘટનાઓ પર બ્રિટેનની નજર

ત્યારે આ પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, એ ખૂબ જ જરૂરી છે કે, આપણે અન્યાયની સામે અવાજ ઉઠાવીશું. તેમણે જણાવ્યું હતું કે, નવી દિલ્હી સ્થિત બ્રિટિશ હાઈકમાન અને ભારતમાં ચાલી રહેલી આ ઘટનાઓ પર ચેનલના માધ્યમથી બાજનજર રાખી રહ્યા છે.

READ ALSO

Related posts

શેર બજારમાં અવિરત ઐતિહાસિક તેજી : સેન્સેક્સ નિફટી નવા શિખર પર પહોંચ્યા

Padma Patel

BIG NEWS! સિદ્ધુ મૂસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરારની કેલિફોર્નિયામાંથી ધરપકડ

pratikshah

વર્લ્ડ નંબર ટુ બેલ્જીયમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર: મોરક્કોએ રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી મેળવી

Padma Patel
GSTV