GSTV
Home » News » આ કંપનીએ બનાવ્યુ દુનિયાનું પહેલું સોનાનું ATM કાર્ડ, લાખોમાં છે કિંમત

આ કંપનીએ બનાવ્યુ દુનિયાનું પહેલું સોનાનું ATM કાર્ડ, લાખોમાં છે કિંમત

હમણાં સુધી તમે ઘણાં સોનાનાં ઝવેરાત જોયા હશે. ઘણાં લોકોએ સોનાના જૂતા અને કપડાં વિશે સાંભળ્યું જ હશે. પરંતુ સોનાનાં ATM કાર્ડ વિશે તમે પહેલીવાર સાંભલશો. હા, બ્રિટીશ સરકારની માલિકીની કંપની ‘ધ રોયલ મિન્ટ’ એ વિશ્વનું પહેલું ગોલ્ડ એટીએમ કાર્ડ બનાવ્યું છે, જેની કિંમત લાખોમાં છે. કંપનીએ આ કાર્ડનું નામ ‘રેરીસ’ રાખ્યું છે.

આટલી છે લક્ઝરી પેમેન્ટ કાર્ડની કિંમત

આ સોનાનાં કાર્ડની ખાસ વાત એ છેકે, આ 18 કેરેટ સોનાનું બનેલું છે. હવે તમે એ વિચારતા હશો કે આખરે તેની કિંમત શું છે. આ એટીએમ કાર્ડ 18,750 યૂરો એટલેકે લગભગ 14 લાખ 70 હજાર રૂપિયા છે.  તેની અનેક ખાસિયતોને કારણે તેને લક્ઝરી પેમેન્ટ કાર્ડની શ્રેણીમાં રાખવામાં આવ્યુ છે.

આ છે ખાસિયત

  • આ ડેબિટ કાર્ડ પર ગ્રાહકનું નામ અને હસ્તાક્ષર હશે. જે લોકોને ખરીદવા માટે વધારે આકર્ષણ કરે છે.
  • સોનાના આ કાર્ડથી લેણ-દેણ કરવા પર કોઈ ટ્રાન્ઝેક્શન ફી પણ લાગતી નથી.
  • આ કાર્ડનો ગ્રાહકો ઘણી રીતે ઉપયોગ કરી શકે છે. ગ્રાહકોને કોઈ ફોરેન એક્સચેન્જ ફી ચૂકવવી પડશે નહી.

સીમિત ગ્રાહકોને મળશે સોનાનું કાર્ડ

કંપની તરફથી હાલમાં આ વાત પર કોઈ જાણકારી આપવામાં આવી નથી કે, આ લક્ઝરી પેમેન્ટ કાર્ડ કેટલા લોકો માટે રજૂ કરવામાં આવશે. પરંતુ એક દાવા મુજબ, સીમિત ગ્રાહકોને જ મળશે.

READ ALSO

Related posts

સુરતમાં બેફામ બનેલી સીટી બસે યુવકનો જીવ લીધો, પાંચ લાખની સહાય આપવામાં આવતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

Nilesh Jethva

તમારુ બાળક ડોક્ટર, એન્જીનિયર અથવા તો બનશે સામાન્ય માણસ, હવે DNAથી જ થઈ જશે ક્લિયર

Mansi Patel

Video: ‘શાહરૂખ ખાન મારી માના પતિ છે…’ આ યુવતીએ જાહેરમાં કર્યો મોટો ધડાકો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!