GSTV
Gujarat Government Advertisement

હવે બ્રિટને ચીનને આપ્યો ઝટકો, જાપાનની સાથે મળીને તૈયાર કરશે 5G નેટવર્ક

Last Updated on July 19, 2020 by Mansi Patel

બ્રિટનની સરકારે 5G વાયરલેસ નેટવર્ક ડેવલોપ કરવા માટે જાપાનની પાસે મદદ માંગી છે. અગાઉ હુવાવે યુકેમાં 5G  નેટવર્ક વિકસાવી રહી હતી. બ્રિટને થોડા સમય પહેલા જ ચીનની હુવાવે પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પહેલા અમેરિકાએ પણ હુવાવે પર પ્રતિબંધ લગાવ્યો હતો. યુ.એસ. અને ચીન વચ્ચે ઘણા સમયથી ટેક્નોલોજી અને સિક્યોરિટીને લઈને તણાવ ચાલી રહ્યો છે. આ સંદર્ભમાં, બ્રિટીશ અધિકારીઓએ જાપાની અધિકારીઓ સાથે બેઠક કરી. ટોક્યોમાં બંને પક્ષોની બેઠક થઈ.

હુવાવેના ઉપકરણોને યુકેના 5G નેટવર્કથી દૂર કરાશે

આ અગાઉ બ્રિટને ચાઇનાના હુવાવેથી અંતર રાખીને 2027 સુધીમાં તેના 5G નેટવર્કમાંથી હુવાવે ઉપકરણોને દૂર કરવાની જાહેરાત કરી દીધી છે. બ્રિટને થોડા સમય પહેલા યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે.

અમેરિકામાં પણ પ્રતિબંધ મૂક્યો છે

અમેરિકાએ પણ ચીનની હુવાવે પર પ્રતિબંધ મૂક્યો છે. યુએસ અને ચીન વચ્ચે ઘણા સમયથી તંગદિલી છે. હુવાવે પર પ્રતિબંધ બાદ, કંપની કોઈપણ ગુગલ સેવાનો ઉપયોગ કરી શકશે નહીં.

ભારતે પણ ચાઈનીઝ એપ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો

આ અગાઉ ભારતે ચીનની 59 એપ્સ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. તેમાં ખૂબ જ લોકપ્રિય ટિકટોક એપ્લિકેશન શામેલ છે. ટિકટોક ઉપરાંત તેમાં યુસી બ્રાઉઝર, હેલો, વિગો, શેર ઇટ જેવી ઘણી એપ્સ શામેલ છે. જેને ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવી છે.

5G નેટવર્ક કેમ ખાસ છે

5G યુઝર્સને 4G નેટવર્ક કરતા 20 ગણી વધારે સ્પીડ મળશે. આ સ્પીડનો અંદાજ તે એ વાત પરથી લગાવી શકો છો,એક આખી એચડી મૂવી ફક્ત 1 સેકંડમાં ડાઉનલોડ થઈ શકશે. 5G યુઝર્સને ભીડમાં પણ પોતાના મોબાઈલ પ્રોવાઈડર સાથે કનેક્ટ થવામાં  3G અને 4G નેટવર્ક્સની તુલનામાં કોઈ મુશ્કેલી થશે નહી. એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી ડેટાનો એક પેકેટ પહોંચાડવામાં જેટલો સમય લાગે છે તેને લેટેંસી કહે છે. 5G ના કિસ્સામાં, લેટેંસી રેટ 1 મિલિસેકન્ડ હશે જ્યારે 4G નેટવર્કમાં આ રેટ 10 મિલિસેકન્ડનો હોય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!