GSTV

હાલમાં ભારત નહી આવે વિજય માલ્યા, UK હાઈ કમિશનના ખુલાસાથી મોદી સરકારની મેહનત પર પાણી ફર્યું

Last Updated on June 4, 2020 by Mansi Patel

લિકર કિંગ અને કિંગફીશર એરલાઈન્સનાં માલિક વિજય માલ્યાની અપીલને બ્રિટનની હાઈકોર્ટે બુધવારે ફગાવી દીધી હતી. હાઈકોર્ટ પાસેથી મળેલા આ ઝટકા બાદ આશા લગાવવામાં આવી રહી હતીકે, હવે થોડા જ દિવસોમાં માલ્યાને ભારતમાં મોકલવામાં આવી શકે છે. કારણકે, તેની પાસે પ્રત્યાર્પણથી બચવા માટે બીજો કોઈ કાયદાકીય વિકલ્પ બચ્યો નથી. જોકે, હવે વિજય માલ્યાનાં પ્રત્યાર્પણ પર UK હાઈ કમિશને કહ્યુ છેકે, એક વધુ કાયદાકીય મુદ્દો ઉકેલવાનો હજી બાકી છે જે ખાનગી છે. જેથી હવે માલ્યાની ભારતમાં લાવવાની આશાને મોટો ઝટકો લાગી શકે છે.

પ્રત્યાપણ સામે દાખલ કરેલી અરજી ફગાવાઈ

ઉલ્લેખનીય છેકે, લંડન હાઈકોર્ટે વિજય માલ્યાની ભારત પ્રત્યાર્પણની સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરવાની પરવાનગીવાળી અરજીને ફગાવી દીધી છે. ગયા મહિને UKની હાઈકોર્ટે વિજય માલ્યાના પ્રત્યાર્પણની સામે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી. જે બાદ વિજય માલ્યાની પાસે સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરવાની અનુમતિ લેવાની અરજીને 14 દિવસનો સમય હતો. ગયા મહિને 20 એપ્રિલના રોજ લંડન હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે વિજય માલ્યાએ ભારતીય બેંકોને છેતરપિંડી કરી છે અને તેને પ્રત્યાર્પણ કરવામાં આવે. તે સમયે, માલ્યાએ વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના લોઅર કોર્ટના પ્રત્યાર્પણના હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ ત્યાં પણ તેમને આંચકો લાગ્યો હતો.

UK હાઈ કમિશને ભારતને આંચકો આપ્યો

હાઇકોર્ટે અરજીને નકારી કાઢયા પછી, યુકેના ગૃહ સચિવે 28 દિવસની અંદર વિજય માલ્યાના પ્રત્યાર્પણના કાગળ પર સહી કરવી પડશે. જે બાદ લંડન હોમ ઓફિસ ભારતીય અધિકારીઓ સાથે પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરશે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે વિજય માલ્યાને 28 દિવસની અંદર ભારત લાવવામાં આવશે, પરંતુ હવે યુકે હાઈ કમિશને ભારતને આંચકો આપ્યો છે અને કહ્યું છે કે હજી એક અન્ય કાનૂની મુદ્દાનો ઉકેલ લાવવો બાકી છે, જે ગુપ્ત છે.

માલ્યા ભારત આવ્યા પછી આર્થર રોડ જેલની બેરેક નંબર 12 માં રોકાશે

માલ્યાને મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નંબર 12 માં રાખી શકે છે. આ સાથે જ માલ્યાને લાવ્યાના સમાચાર બાદ જેલની સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી છે. માલ્યાને જેલ પરિસરની અંદર સ્થિત આ બેરેકમાં ટાઇટ સિક્યુરિટી સાથે રાખવામાં આવશે. ઓગસ્ટ 2018 માં, વિજય માલ્યાના કેસની સુનાવણી કરતી યુકેની અદાલતે ભારતીય તપાસ એજન્સીઓ પાસેથી માહિતી માંગી હતી કે વિજય માલ્યાને ભારત પ્રત્યાર્પણ કર્યા બાદ કયા જેલમાં રાખવામાં આવશે. આ પછી, તપાસ એજન્સીઓએ મુંબઈની આર્થર રોડ જેલના એક સેલનો એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે પ્રત્યાર્પણ પછી માલ્યાને આર્થર રોડ જેલમાં રાખવા વિચારણા કરવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

BREAKING/ 50 લાખ લોકો આ શહેરમાં ઘરોમાં થયા લોક, ડેલ્ટા વેરિએન્ટે આતંક મચાવતાં એક મહિનો વધ્યું લોકડાઉન

pratik shah

WhatsApp પર આવ્યુ છે નવુ ફિચર: હવે નવો મેસેજ આવવા પર પણ નહીં દેખાય archived chats, જાણો કેવી રીતે કરશે કામ

Pravin Makwana

ખાસ વાંચો/ તમારા સ્માર્ટફોનનો આ રીતે કરો ઉપયોગ, દર મહિને ઘરેબેઠા થશે 50 હજાર રૂપિયાની કમાણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!