GSTV
Home » News » સંત અને મૌન એવા મનમોહનસિંહ પણ પાકિસ્તાનને ચટાડવા માગતા હતા ધૂળ, યુદ્ધનો લીધો હતો નિર્ણય

સંત અને મૌન એવા મનમોહનસિંહ પણ પાકિસ્તાનને ચટાડવા માગતા હતા ધૂળ, યુદ્ધનો લીધો હતો નિર્ણય

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહે પોતાનાં કાર્યકાળ દરમિયાન પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહી કરવાની યોજના બનાવી હતી. આ વાતનો ખુલાસો બ્રિટનનાં પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરૂને પોતાનાં પુસ્તકમાં કર્યો છે. આ સાથે જ ડેવિડ કેમરૂને પોતાના પુસ્તકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિહનો ઉલ્લેખ સંત જેવા વ્યક્તિ તરીકે કર્યો છે. બ્રિટનનાં પૂર્વ પીએમ કેમરૂને પોતાનાં પૂર્વ ભારતીય સમકક્ષ સાથેનાં સંબંધોનો પણ સારી રીતે ઉલ્લેખ કર્યો છે.

કેમરૂને પોતાનં પુસ્તક ફોર ધ રેકોર્ડમાં આ ખુલાસો કર્યો છે, તેમજ તેમણે પોતાની બુકમાં ડો.મનમોહન સિંહને સૈંન્ટી મેન(Saintly Man) કહીને સંબોધન કર્યું છે.

ભારતીય વડાપ્રધાનો સાથેના સબંધોનો પુસ્તકમાં ઉલ્લેખ કરતા કેમરૂને લખ્યુ છે કે, મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા બાદ મને મનમોહન સિંહે કહ્યુ હતુ કે, જો ફરી પાકિસ્તાન મુંબઈ જેવો હુમલો કરશે તો ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરશે.

કેમરુને વધુમાં લખ્યુ છે કે, પીએમ મનમોહન સિંહ સાથે મને સારુ ફાવતુ હતુ. અમારા બન્ને વચ્ચેનાં સંબોધ ગાઢ મૈત્રી ભર્યા હતાં અને તેઓ સંત જેવા વ્યક્તિ હતા. પણ જ્યારે ભારત સામેના પડકારોની વાત આવતી હતી ત્યારે તેઓ મજબૂત થઈને તેનો સામનો કરતા હતા.

પોતાની કિતાબ ‘For The Records’ માં કેમરૂને ‘ભારતનાં સિદ્ધાંત’ સાથે જોડાયેલા અનેક સંસ્મરણો વાગોળ્યા છે, તેમજ તેનો ઉલ્લેખ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002ના ગુજરાત કોમી તોફાનો બાદ તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન મોદી પર બ્રિટનમાં લાગેલા પ્રતિબંધો હટાવવાની શરૂઆત ડેવિડ કેમરૂને જ કરી હતી. તેમના કાર્યકાળમાં જ 2015માં પીએમ મોદીએ બ્રિટનની યાત્રા કરી હતી. કેમરૂને ભારત માટે લખ્યુ છે કે, દુનિયાની સૌથી જુની લોકશાહી અને દુનિયાની સૌથી મોટી લોકશાહી વચ્ચે સબંધો વિશેષ પ્રકારના હોવા જોઈએ તેવુ મારૂ માનવુ છે.

READ ALSO

Related posts

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

આજે રિઝલ્ટ : શિવસેના અને અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય નક્કી કરશે, કોંગ્રેસ હારી તો આ નેતાઓનું પદ ખતરામાં

Karan

સાઇદી અરબે છ ગુણા વધારી વીઝા ફી, હજ યાત્રીઓનો ભારે વિરોધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!