GSTV

વિજય માલ્યાને લંડન કોર્ટે આપ્યો મોટો ઝટકો, પ્રત્યાર્પણની વિરૂદ્ધની અરજી ફગાવી દીધી

Last Updated on April 8, 2019 by

ભાગેડું વિજય માલ્યાને લંડનની કોર્ટે સોમવારે મોટો ઝટકો આપ્યો છે. અહેવાલો અનુસાર અદાલતે માલ્યાએ કરેલી પ્રત્યાર્પણના આદેશની વિરુદ્ધમાં કરેલી અરજીને રદ કરી દીધી છે.

આ પહેલા માલ્યાએ પોતાના પ્રત્યાર્પણ માટે બ્રિટીશ ગૃહ પ્રધાન સાજીદ જાવિદ દ્વારા મંજુરી વિરુદ્ધમાં હાઇકોર્ટમાં અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બુનૉટ દ્વારા માલ્યાના અપહરણની મંજુરી આપતા તેમના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે તેમની વિરુદ્ધ ઘોખો કર્યો એનાં પૂરતા પુરાવા છે અને પ્રથમ દૃષ્ટિએ જોવા મળે છે કે માલિયા બૅંકમાં કરેલા ભ્રષ્ટાચારની યોજનામાં સામેલ હતો.

લંડનની કોર્ટે માલ્યાને મોટો ઝાટકો આપ્યો. માલ્યાએ કોર્ટમાં પ્રત્યાર્પણની વિરૂદ્ધમાં અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી છે. કોર્ટના વલણ બાદ માલ્યાના ભારત પ્રત્યારર્ણનો માર્ગ મોકળો થઈ શકે છે. ગત સુનાવણી દરમ્યાન માલ્યાના વકીલે કોર્ટમાં જણાવ્યુ હતુ કે માલ્યા ભારતીય બેંકોને સંતુષ્ટ કરવા માટે આલીશાન જીવન જીવવાનું છોડવા તૈયાર છે.  માલ્યા પર કરોડોનું દેવુ છે. ગત્ત દિવસે માલ્યાએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે,  મારા પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. મારી 11 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તો મારા વિરૂદ્ધમાં નિવેદન કેમ આપવામાં આવી રહ્યા છે.

READ ALSO

Related posts

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : રિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta

Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

Vishvesh Dave

તમારા સૌભાગ્ય અને વિદ્યાને છીનવી લે છે તમારી આ આદતો, ગરૂડ પુરાણમાં બતાવી છે આ મહત્ત્વની વાત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!