GSTV

સાવધાન / બ્રિટિશ વૈજ્ઞાનિકોની ચેતવણી: મ્યૂટેશન કોરોના વાયરસને બનાવે છે સૌથી વધુ ખતરનાક, દર 3 માંથી 1 દર્દીનો લઇ શકે છે જીવ

Last Updated on July 31, 2021 by Pritesh Mehta

છેલ્લા દોઢ વર્ષથી કોરોના વાઈરસ સમગ્ર વિશ્વમાં કેર વર્તાવી રહ્યો છે. ત્યારે હવે તેના મ્યૂટેશનને કારણે કોરોનાના ઘાતક વેરિએન્ટ સામે આવી રહ્યા છે. જેના કારણે કોરોના પહેલા કરતા વધુ ઘાતક બની રહ્યો છે. ત્યારે બ્રિટનના વૈજ્ઞાનિકોએ ચેતવણી ઉચ્ચારી છે કે કોરોનાનો નવો વેરિએન્ટ એટલો ઘાતક હોઈ શકે છે કે જે ત્રણમાંથી એક લોકોનો જીવ લઈ શકે છે. બ્રિટનના સરકારી વૈજ્ઞાનિકોના ગ્રૂપે ચેતવણી આપી છે કે કોરોના વાઈરસનો સુપર મ્યુટન્ટ વેરિઅન્ટ એટલો ખતરનાક હોઇ શકે છે કે તેના લીધે દર ત્રણમાંથી એક વ્યક્તિનું મોત થઇ શકે છે. આ એક્સપર્ટસે બ્રિટન સરકારને સમયસર પગલાં ભરવાની માંગણી કરી છે.

બ્રિટનના સાયન્ટીફિક એડવાઈઝરી ગ્રુપ ફોર ઈમરજન્સીઝના એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે આ નવા વાઈરસને કારણે મૃત્યુદર 35 ટકા થઈ શકે છે. આ ગ્રુપમાં સામેલ નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે વાઈરસ એક વિસ્તારમાં વધુ સમય માટે રહે તો તેમાં મ્યુટેશનની સંભાવના સૌથી વધુ હોય છે. આવું જ બ્રિટનમાં પણ થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બ્રિટને ઠંડીની સીઝન શરૂ થાય તે પહેલાં બૂસ્ટર વેક્સિન લાવવી પડશે. વિદેશથી વાઈરસના નવા સ્વરૂપને આવતું રોકવું પડશે. જેના માટે એવા પ્રાણીઓને મારવા પડશે કે જેમાં વાઈરસ રહી શકે છે.

વૈજ્ઞાનિકોએ આવનારા સમયની સંભાવનાઓ પર એક સંસોધન પત્ર જાહેર કર્યો છે. જેમાં આ સુપર-મ્યુટેંટ વેરિઅન્ટનો ખતરાની આશંકા દર્શાવાઈ છે. એક્સપર્ટસનું કહેવું છે કે જો આવનાર સ્ટ્રેન દક્ષિણ આફ્રિકામાં મળેલા બીટા અને કેંટમાં મળેલા આલ્ફા કે ભારતમાં મળેલા ડેલ્ટા વેરિઅન્ટથી મળીને બન્યો તો આ વેક્સીન્સને પણ બિનઅસરકાર કરી દેશે. તેના લીધે મૃત્યુદર પણ વધવાની આશંકા છે. જો કે ટીમનું કહેવું છે કે વેક્સીનને બિનઅસરકાર કરવા માટે કોરોના વાઈરસે કોઇ ખૂબ જ શક્તિશાળી વેરિઅન્ટની જ જરૂર પડશે.

કોરોના

આ રિપોર્ટના આધારે બ્રિટનમાં લોકડાઉનના પ્રતિબંધોને ખત્મ કરવાની સરકારની તૈયારીઓ સામે એક્સપર્ટસે એક વખત ફરીથી સરકારને ચેતવી છે. તેમનું કહેવું છે કે SAGEના રિપોર્ટ પરથી ખબર પડી કે વાયરસથી પીછો હજુ છૂટ્યો નથી. આથી સરકારે તેને લઇ વધુ એલર્ટ થવું જોઇએ. એક્સપર્ટસે પ્રાણીઓને વાયરસને રેજવૉયર બનવાથી રોકવાની સલાહ આપી છે. આ સાથે જ બ્રિટનમાં ડૉકટર્સને પણ કહ્યું છે કે કેટલીક દવાઓ સાચવીને ઉપયોગ કરવા માટે કહ્યું છે. જરૂરિયાત કરતાં વધુ ઉપયોગ પર વાયરસ તેની વિરૂદ્ધ રેજીસ્ટન્સ ઉત્પન્ન કરી શકે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Vishvesh Dave

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!