GSTV

જંક ફૂડ ખાવાના કારણે આ યુવકની ચર્ચા દેશ વિદેશમાં થઈ રહી છે, જાણો શું છે પાછળનું કારણ

Last Updated on September 6, 2019 by Arohi

બ્રિટનના એક યુવકની ચર્ચા હાલ દેશ વિદેશમાં થઈ રહી છે. આ ચર્ચાનું કારણે તેનો અંધાપો છે. આ અંધાપાનું કારણ ફાસ્ટફૂડ છે. તે ચિપ્સ, ફ્રેંચ ફ્રાઈઝ જેવી વસ્તુઓને લંચ, ડીનરમાં ખાતો હતો. આ કારણે તેને એવી બીમારી થઈ કે તેની આંખની રોશની છીનવાઈ ગઈ અને તેની સાંભળવાની ક્ષમતા પણ જતી રહી છે.

19 વર્ષના આ યુવકને છેલ્લા 3 વર્ષથી ભોજન તરીકે જંક ફૂડ જ ખાતો હતો. તે ભોજનમાં ચિપ્સ, ફ્રેંચ ફ્રાઈઝ, વાઈટ બ્રેડ અને સોસેજ ખાતો હતો. આ ત્રણ વર્ષથી માત્ર ફાસ્ટ ફૂડ ખાવાના કારણે તે આંધળો થઈ ગયો છે. આવા ખોરાકથી શરીરમાં વિટામિન 12 અને કોપર લેવલ એટલું ઘટી ગયું તે તેની આંખની ઓપ્ટિક નર્વ ડેમેજ થઈ  ગઈ. વિટામિન ડી પણ તેના શરીરમાં ઘટી ગયું. તેના શરીરમાં યોગ્ય પ્રમાણમાં ન્યૂટ્રેંટ્સ એટલે કે પોષક તત્વ પહોંચતા ન હતા.

આ યુવક બ્રિસ્ટલનો રહેવાસી છે. જાણકારી અનુસાર તેણે છેલ્લા 3 વર્ષમાં કોઈ શાક ખાધું જ નથી. તે આઈટી કોલેજથી ડ્રોપઆઉટ છે. તેની ફૂડ હેબિટ્સના કારણે તેનું શરીર અનેક બીમારીનું ધર બની ગયું છે. આંખનો બીમારીની શરૂઆત ત્યારે થઈ જ્યારે તે 14 વર્ષનો હતો. આ બીમારીને ન્યૂટ્રિશિનલ આપ્ટિક ન્યૂરોપૈથી કહેવાય છે. તેનાથી શરીરની નર્વ ડેમેજ થાય છે. આ યુવકનું કહેવું છે કે તે નાનો હતો ત્યારે મિત્રો સાથે ફૂટબોલ રમતો હતો પરંતુ હવે તેને આમ કરવાથી ડર લાગે છે. ધીરે ધીરે તેની હાલત ખરાબ થવા લાગી. તેણે જણાવ્યું કે તેની આંખ ઝડપથી ખરાબ થવા લાગી. જ્યારે તે ડોક્ટર પાસે ગયો ત્યારે તેને ડોક્ટરોએ બ્લાઈંડ જાહેર કર્યો.

હવે ન તો તે જોઈ શકે છે ન તો સાંભળી શકે છે. તેની માતાનું કહેવું છે કે તેના દીકરાએ તેની ખાવાપીવાની આદત બદલી નહીં અને ઈટિંગ ડિસઓર્ડર થયો. હાલ તેની સારવાર ચાલે છે અને તેને વિટામિન સપ્લીમેન્ટ આપવામાં આવી રહ્યા છે. ખરાબ આહારના કારણે તેને આ બે સમસ્યા સિવાય હૃદયની તકલીફ, સ્થૂળતા પણ થઈ છે.

Read Also

Related posts

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana

મોદીનો નવો પ્રયોગ ગુજરાતને મોંઘો પડ્યો: સરકાર બદલવાની લ્હાયમાં કોરોના ભૂલી ગયા, બે દિવસ મંત્રી વગર રહેલા ગુજરાતમાં કેસોનો રાફડો ફાટ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!