GSTV

શાનદાર ઓફર/ આ કંપની આપી રહી છે પકોડા ખાવા માટે 1 લાખ રૂપિયા પગાર, ખાઈને તમારે ફકત ટેસ્ટ કેવો તે જણાવાનું રહેશે

Last Updated on October 24, 2021 by Pravin Makwana

સૌ કોઈ ઈચ્છે છે કે, તે સારામાં સારા રૂપિયા કમાય. કેટલીય વાર લોકો વધારે સેલરીના ચક્કમાં પોતાના પ્રોફેશનથી હટીને જોબ કરતા હોય છે. જો આપને પણ કહેવામાં આવે કે, આપે ચિકન પકોડા ખાવા માટે 1 લાખ રૂપિયા સેલરી આપવામાં આવશે. તો આપ શું કરશો. કોઈ પણ વ્યક્તિ આ ઓફર સ્વિકારી લેશે. આ જોબ ઓફર યુકેની એક ફૂડ કંપનીએ આપી છે. તેના માટે તેમણે એક એડ પણ આપી છે.

ટેસ્ટ કરવાનું રહેશે ચિકન ડીપર્સ

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, યુકેની પ્રખ્યાત ફિશ ફિંગર કંપની BirdsEyeને ટેસ્ટ ટેસ્ટર માટે વેકેન્સી નિકાળી છે. કંપનીને એવા શખ્સની શોધ છે. જે ચિકન પરફેક્ટ ટેસ્ટને વધું સારૂ બનાવી શકે. કંપની ઈચ્છે છે કે, તેના ચિકન પકોડ સૌથી બેસ્ટ હોય.તેના તે કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માટે તૈયાર છે. કંપનીએ આ જોબની ડિટેલ શેર કરી દીધી છે. તેના માટે કંપની એક લાખ રૂપિયા સેલરી આપે છે. જે પણ શખ્સ આ જોબ મેળવવામાં સફળ રહેશે, તેને ચિફ ડિપ્પીંગ ઓફિસરની પોસ્ટ આપવામાં આવશે.

ચિકન ડિપર્સ સાથે સોસ પણ બનાવશે કંપની

એક અખબારમાં છપાયેલ ખબર મુજબ જ્યારે બ્રિટેનમાં બેરોજગારી અને મોંઘવારી બંને ચરમ પર છે. આવા સમયે BirdsEyeને ચિકન ડિપર્સ માટે ટેસ્ટરની જરૂર છે. કંપની આ ડીપર્સની સાથે પરફેક્ટ સોસ પણ માર્કેટમાં ઉતારવા માગે છે. હાલમાં જ યુકેમાં થયેલ સર્વેમાં અમુક લોકોએ ચિકન ડીપર્સની સાથે ટોમેટો સોસને બેસ્ટ ગણાવ્યું હતું.

આવી રીતે કરો અપ્લાઈ

જો આપ પણ આ જોબ માટે અપ્લાઈ કરવા માગતા હોય તો, https://www.birdseye.co.uk/ પર જઈને અરજી કરી શકશો. જ્યાં આપ 250 શબ્દોનો લેટર લખીને આપ જણાવી શકશો, કે આપને આ જોબ પર શા માટે રાખવામાં આવે. જો આપનો જવાબ કંપનીને પસંદ આવ્યો તે, આપને આ જોબ મળી જશે.

READ ALSO

Related posts

ઓમિક્રોનને કારણે આખી દુનિયામાં ફફડાટ વચ્ચે દક્ષિણ આફ્રિકાનો ગૌટેંગ પ્રાંત સૌથી વધુ સંક્રમિત

Vishvesh Dave

અરેરે ! ખરેખર આવી ગયો છે કળિયુગ, પતિ છે પ્લમ્બર અને પત્ની ભાગે છે પાણીથી દૂર

Zainul Ansari

AIMIM ચીફ ઓવૈસીએ કૃષિ કાયદા પરત લેવા અંગેના બિલને ‘રાજકીય દાવ’ ગણાવ્યું, કહ્યું- ચૂંટણી પર હતી નજર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!