GSTV
Gujarat Government Advertisement

ભારત ‘ટ્રાવેલ રેડ લિસ્ટ’ માં શામેલ, દેશમાં વધતા જતા કોરોનાના કેસોને લઇ બ્રિટેનનો નિર્ણય

Last Updated on April 19, 2021 by Dhruv Brahmbhatt

દેશમાં સતત કોરોનાના કેસોમાં ઉછાળો આવતા બ્રિટેનએ ભારતને ટ્રાવેલ ‘રેડ લિસ્ટ’ માં નાખવાનો નિર્ણય કર્યો છે. એક ખાનગી ન્યુઝ એજન્સી દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. કોરોનાના તાજેતરના જ કેસોમાં જબરદસ્ત ઉછાળો આવતા બ્રિટનએ ભારત પર સખ્ત યાત્રા પ્રતિબંધ લગાવવાન નિર્ણય કર્યો છે. કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા બ્રિટેનના પીએમ બોરિસ જૉનસનની નવી દિલ્હીની યાત્રા રદ થવાના કલાકો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Air India flight

ભારતમાંથી કોઈના પણ આવવા પર પ્રતિબંધ

બ્રિટનના આરોગ્ય પ્રધાન મેટ હેનકોકે કહ્યું કે, ભારતને યુકેના દેશોની ‘રેડ લિસ્ટ’ માં ઉમેરવામાં આવી રહ્યું છે. બ્રિટન અને આઇરિશ લોકો સિવાય ભારતમાંથી કોઈના પણ આવવા પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે, પરત ફરતી વખતે સરકાર દ્વારા માન્ય હોટલમાં આ લોકોએ 10 દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે.

કોરોના

ભારતમાં અઢી લાખથી વધુ નવા કોવિડ -19 કેસ

નોંધનીય બાબત એ છે કે, સોમવારે સતત બીજા દિવસે ભારતમાં અઢી લાખથી વધુ નવા કોવિડ -19 કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં 2,73,810 નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે એક જ દિવસમાં વાયરસને કારણે 1,619 મૃત્યુ નોંધાય છે. આ બંને આંકડા એક દિવસમાં અત્યાર સુધીમાં નોંધાયેલી સૌથી મોટી સંખ્યા છે. આ આંકડાઓ ઉમેરીને, કોરોનાના પ્રસાર પછી, સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 1,50,61,919 લોકો કોરોના ગ્રસ્ત થયા છે, અને વાયરસને કારણે કુલ 1,78,769 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!