GSTV
Gujarat Government Advertisement

આજે જ લાભ લો / હવે રેસિડેન્ટ પ્રૂફ વિના મળી રહ્યો છે LPG ગેસ સિલિન્ડર, જાણો કેવી રીતે અરજી કરવી

Last Updated on April 15, 2021 by Dhruv Brahmbhatt

સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આવનારા બે વર્ષોમાં એક કરોડથી વધુ ફ્રીમાં LPG કનેક્શનની વહેંચણી કરશે. દરેક ગરીબ પરિવારોને ફ્રીમાં LPG કનેક્શન મળે એ સરકારનું લક્ષ્ય છે. સરકાર હવે રેસિડેન્સ પ્રૂફ વગર એલપીજી કનેક્શન આપી રહી છે. આ ઉપરાંત લોકોને તેમના નજીકના ત્રણ ડીલરો પાસેથી એક રિફિલ સિલિન્ડર મેળવવાનો વિકલ્પ મળશે. ચાલો જાણીએ આ યોજના માટે કેવી રીતે અરજી કરી શકાય છે?

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 મે 2016ના રોજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લોન્ચ કરી હતી. યોજના હેઠળ સરકાર ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારો માટે ઘરેલૂ રસોઈ ગેસ એટલે LPG કનેક્શન ફાળવે છે. ચાર વર્ષ દરમિયાન ગરીબ મહિલાઓના ઘરોમાં રેકોર્ડ 8 કરોડ મફત એલપીજી કનેક્શન પહોંચ્યા છે.

LPG કનેક્શન માટે મળે છે 1600 રૂપિયા

સ્કીમ હેઠળ બીપીએલ પરિવારોને એક LPG કનેક્શન માટે 1600 રૂપિયા મળે છે. 1600 રૂપિયા પ્રતિ કનેક્શનની કિંમતમાં સિલિન્ડર, પ્રેશર રેગ્યૂલેટર, બુકલેટ, સેફ્ટી હાઉસ વગેરે સામેલ છે. તેના તમામ ખર્ચ સરકાર ઉપાડે છે. ગ્રાહકોને માત્ર સિગડી ખરીદવાની હોય છે.

આવી રીતે કરો અરજી

  • ગેસ કનેક્શન લેવા માટે બીપીએલ પરિવારની કોઈ પણ મહિલા અરજી કરી શકે છે.
  • ફ્રી એલપીજી કનેક્શન મેળવવા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરો.
  • નો યોર કસ્ટમર એટલે કેવાઈસી ફોર્મ નજીકના એલપીજી કેન્દ્રમાં જવા કરાવવાનું રહેશે.
  • તેના માટે જનધન બેંક અકાઉન્ટ નંબર, ઘરના તમામ સભ્યોના અકાઉન્ટ નંબર, આધાર નંબર અને ડિટેલમાં ઘરના સરનામાની જરૂર પડશે.
  • ગેસ કનેક્શન માટે રેસિડેન્ટ પ્રૂફની જરૂર નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!