GSTV
Gujarat Government Advertisement

મધ્ય પ્રદેશના ઉજ્જૈન પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 12ના મોત

Last Updated on January 29, 2019 by

મધ્ય પ્રદેશના ઉજ્જૈન પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. જેમા કુલ 12 લોકોના મોત થયા છે. જ્યારે કે બે જણની હાલત અતી ગંભીર છે. મૃતકમાં એક પરિવારના પાંચ સભ્યોનો પણ સમાવેશ થાય છે. મૃતકમાં ભાજપના પૂર્વ મંડળ મહામંત્રી અર્જુન કાયત પણ સામેલ છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની ઘટના ઉજ્જૈનના રામગઢ ગામ પાસે બની હતી. મળતી માહિતી પ્રમાણે અકસ્માતમાં સામેલ એક કારમાં સવાર તમામ લોકો લગ્નમાં હાજરી આપીને પરત આવી રહ્યા હતા. મૃતકમાં ઉજ્જૈનના મહેશનગર, નગરકોટ અને તિલરેશ્વરના સ્થાનિકોનો સમાવેશ થાય છે. અકસ્માતની ઘટના બાદ સ્થાનિકોએ પોલીસને માહિતી આપી હતી. જે બાદ પોલીસ દોડી આવી હતી. જોકે, આ અકસ્માત ક્યા કારણે થયો તે અંગે હજી સુધી કોઈ પણ પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ નથી.

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!