GSTV

UIDAI એ આધાર ડેટાની સિક્યોરિટી મામલે હેકિંગના તમામ દાવાઓને ફગાવ્યા

Last Updated on July 6, 2019 by Mayur Vora

આધાર ડેટાની સિક્યોરિટી મામલે ઉઠાવવામાં આવેલા સવાલ બાદ UIDAI એ હેકિંગના તમામ દાવાઓને ફગાવ્યા છે, આધાર ઓથોરિટીએ જમાવ્યુ કે, આધાર કાર્ડના ડેટામાં સેંઘ લગાવવી સંભવ નથી. કોઈ ઓપરેટર કે કોઈ વ્યક્તિ આધાર કાર્ડમાં સરળતાથી અપડેટ કરી શકે તેમ નથી. આધાર કાર્ડના ડેટીની સુરક્ષા માટે તમામ માપદંડોની ચકાસણી કરવામાં આવી છે. UIDAI સોફ્ટવેર દ્વારા હેટ કરવામાં  આવેલા આધાર કાર્ડના ટેડાના રિપોર્ટને પણ ફગાવ્યો છે. જેમા કહેવામાં આવ્યુ હતુ કે,  આધારના ડેટા સુરક્ષા નથી.

ત્રણ મહિના સુધી ચાલેલા એક ઇન્વેસ્ટીગેશનમાં દાવો કરવામાં આવ્યો કે એક સોફ્ટવેર પેચ છે જે આધારના આઇડેન્ટીટી ડેટાબેઝમાં સ્ટોર ડેટાની સિક્યોરિટીને ખતરામાં મુકે છે. હફપોસ્ટ ઇન્ડિયાની રિપોર્ટમાં જણાવાયું છે કે કથિત રીતે હેકર્સ સત્તાવાર આદાર એનરોલમેન્ટ સોફ્ટવેરના સિક્યોરિટી ફિચરને બંધ કરીને બિનસત્તાવાર આધાર નંબર જનરેટ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ કોઇ પણ અનઅધિકૃત વ્યક્તિ 2500 રૂપિયામાં સરળતાથી મળનારા આ પેચ દ્વારા દુનિયાભરમાં ક્યાયથી પણ આધાર આઇડી બનાવી શકે છે. જે બાદ UIDAIએ  જણાવ્યુ હતુ કે, આધારના ડેટાની ચોરી કરવી અસંભવ છે.

Related posts

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!