GSTV
Gujarat Government Advertisement

15 ડિસેમ્બરથી UIDAI શરૂ કરશે આ સુવિધા

Last Updated on August 18, 2018 by

ભારતીય વિશિષ્ટ પહચાન પ્રાધિકરણે (UIDAI) વ્યક્તિની ઓળખની ચકાસણી માટે તસ્વીર ચહેરા સાથે મળે તે અંગેની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સુવિધા પહેલા ટેલિકોમ સેવા કંપનીઓ સાથે 15 સપ્ટેમ્બરે શરૂ કરવા જઈ રહી છે. ઑથોરિટીએ આ પહેલા ચહેરા ઓળખવાનુ ફીચર એક જુલાઈથી લાગુ કરવાની યોજના બનાવી હતી, જેની મુદ્દત બાદમાં વધારી એક ઓગષ્ટ કરી દીધી હતી. જે હેઠળ મોબાઈલ સિમ કાર્ડ માટે આવેદનની સાથે લગાવેલી તસ્વીરને સંબંધિત વ્યક્તિની સામે લીધેલી તસ્વીર સાથે મેચ કરવામાં આવશે.

યુઆઈડીએઆઈએ આવતા મહિનાના મધ્યથી નક્કી કરેલા આ લક્ષ્યને પૂર્ણ નહીં કરનારી ટેલિકોમ કંપનીઓ સામે નાણાંકીય દંડ લગાવવાની દરખાસ્ત કરી છે. યુઆઈડીએઆઈએ કહ્યું કે ટેલિકોમ કંપનીઓ સિવાય અન્ય ચકાસણી એજન્સીઓ માટે ચહેરો ઓળખવાની સુવિધા માટેના અમલ અંગે નિર્દેશ બાદમાં જાહેર કરાશે. જોકે, ઑથોરિટીએ તે માટે કોઈ સમયમર્યાદા નક્કી કરી નથી.

ખાસ વાત એ છે કે યુઆઈડીએઆઈએ કહ્યું છે કે ‘લાઈવ ફેસ ફોટો’ અને ઈકેવાઈસી દરમ્યાન નિકાળેલી તસ્વીરનો સંબંધ તેવા કેસમાં જરૂરી હશે કે જેમાં મોબાઈલ સિમ આપવા માટે આધારનો ઉપયોગ કરવામાં આવે છે. યુઆઈડીએઆઈએ કહ્યું કે આ પગલું ફિંગરપ્રિન્ટમાં ગોટાળાની સંભાવના રોકવા અથવા તેનું ક્લોનિંગ રોકવા માટે ઉઠાવવામાં આવ્યું છે. જેનાથી મોબાઈલ સિમ આપવા માટે અને એક્ટિવ કરવાની ઓડિટ પ્રક્રિયા અને  સુરક્ષાને મજબૂત થઈ શકશે.

યુઆઈડીએઆઈએના એક પરિપત્ર અનુસાર 15 સપ્ટેમ્બરથી ટેલિકોમ કંપનીઓ માટે મહિનામાં ઓછામાં ઓછા 10 ટકા ચકાસણી ચહેરાનો લાઈવ (સીધુ) તસ્વીર સાથે મેળ બેસાડવો અનિવાર્ય બની જશે. આ પ્રકારની ચકાસણી તેના પ્રમાણમાં ઓછી થઈ તથા દરેક ચકાસણી પાછળ 20 પૈસાનો દંડ ફટકારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે જૂન મહિનામાં હૈદ્રાબાદના એક મોબાઈલ સિમ કાર્ડ વિતરકે આધારમાં ગોટાળો કરી હજારોની સંખ્યામાં સિમ એક્ટિવેટ કર્યા હતાં.

યુઆઈડીએઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી અજય ભૂષણ પાંડેએ કહ્યું, ‘લાઈવ ફેસ તસ્વીરને ઈકેવાઈસી તસ્વીર સાથે મેળવવાનો નિર્દેશ ફક્ત તેવા મામલામાં આવશ્યક હશે કે જેમાં સિમ આપવા માટે આધારનો ઉપયોગ કરાઈ રહ્યો છે. દૂરસંચાર વિભાગના નિર્દેશાનુસાર જો સિમ આધાર સિવાય કોઈ અન્ય પદ્ધતિથી આપવામાં આવે છે, તો આ નિર્દેશ લાગુ થશે નહીં.’

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!