GSTV

આ રીતે પ્રૂફ આપ્યા વિના આધારમાં એડ્રેસ અપડેટ કરી શકશો

Last Updated on August 2, 2018 by Bansari

આધારમાં એડ્રેસ અપડેટ કરવું હવે સરળ બનશે. યૂઆઇડીએઆઇ આગામી વર્ષે એપ્રિલ મહિનાથી નવી સર્વિસ શરૂ કરવા જઇ રહ્યું છે. તેનાથી લોકોને મોટી રાહત મળશે જેની પાસે હાલના એડ્રેસ અપડેટ માટે કોઇ માન્ય પુરાવા નથી. સીક્રેટ પીન ધરાવતા લેટર દ્વારા કોઇપણ પ્રુફ વિના સરળતાથી એડ્રેસ અપડેટ કરી શકાશે.

યૂઆઇડીએઆઇ તરફથી મંગળવારે બહાર પાડવામાં આવેલી નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે તેવા આધારધારકો જેની પાસે માન્ય એડ્રેસ પ્રુફ નથી તે સિક્રેટ પિન લઇને એડ્રેસ વેરિફિકેશનની રિકવેસ્ટ કરી શકે છે. લેટર મેળવ્યા બાદ તે પિન દ્વારા SSUP ઑનલાઇન પોર્ટલ દ્વારા એડ્રેસ અપડેટ કરી શકાશે.

સામાન્ય રીતે ભાડાના ઘરોમાં રહેતા લોકો અને પ્રવાસી મજૂરોને એડ્રેસ અપડેટ કરાવવામાં તકલીફ થાય છે અને આ કારણે આધાર દ્વારા મળી સેવાઓનો લાભ તેઓ ન લઇ શકે.

1 એપ્રિલ 2019થી લાગૂ થનાર આ નવી સિસ્ટમ હેઠળ, આધાર ધારક યૂઆઇડીએઆઇ વેબસાઇટ દ્વારા ‘સિક્રેટ પિન’ ધરાવતા લેટર દ્વારા રિકવેસ્ટ મોકલી શકે છે, જેમ કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ એક્ટિવેટ કરવા માટે બેન્ક તરફથી પિન સાથે લેટર મોકવામાં આવે છે.

યૂઆઇડીએઆઇ અધિકારીએ જણાવ્યું કે, સર્વિસની શરૂઆત પહેલા એક પાયલટ પ્રોજેક્ટ લાગૂ કરવામાં આવે તેવી શક્યતા છે. પાયલટ પ્રોજેક્ટની શરૂઆત 1 જાન્યુઆરી 2019થી થશે અને આ સેવાને 1 એપ્રિલ 2019થી સંપૂર્ણ રીતે લાગૂ કરવામાં આવશે.

હાલ એડ્રેસ માટે ફોર્મ ભરવાની સાથે સાથે પાસપોર્ટ, બેન્ક પાસબુક, વોટર આઇડી કાર્ડ. ડ્રાઇવિંગ લાયસન્સ, રજીસ્ટર્ડ રેન્ટ એગ્રીમેન્ટ, મેરેજ સર્ટિફિકેટ જેવા 35 ડોક્યુમેન્ટ્સ માંથી કોઇપણ એક પુરાવા તરીકે આપવા પડે છે.

Related posts

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

BJPમાં ફફડાટ: સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે

Pravin Makwana

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!