શાળાઓએ નર્સરીમાં પ્રવેશ માટે આધાર કાર્ડ માંગ્યુ તો UIDAIએ આપી આ ચેતવણી

ભારતીય વિશિષ્ટ પહચાન પ્રાધિકરણ (યૂઆઈડીએઆઈ)એ શાળાઓને કહ્યું છે કે તેઓ બાળકોના પ્રવેશ પહેલા 12 અંકોવાળી બાયોમેટ્રીક સંખ્યા તૈયાર કરાવવાની પૂર્વ શરત રાખે નહીં. યૂઆઈડીએઆઈએ ચેતવણી આપી છે કે આવુ કરવુ સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના આદેશની વિરુદ્ધ થશે.

યૂઆઈડીએઆઈએ આ ચેતવણી એવા સમયે આપી છે કે જ્યારે દિલ્હીના 1500થી વધુ ખાનગી શાળામાં નર્સરી અને પ્રવેશ સ્તરની અન્ય ધોરણો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. એવા સમાચાર છે કે કેટલીક ખાનગી શાળાના પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજોના નામ પર આધારની પણ માંગ કરી રહ્યાં છે. યૂઆઈડીએઆઈએ કહ્યું છે કે તેને પણ આ પ્રકારના સમાચાર મળ્યાં છે.

યૂઆઈડીએઆઈના મુખ્ય કાર્યપાલક અધિકારી (સીઈઓ) અજય ભૂષણ પાંડેએ કહ્યું, ‘આ યોગ્ય નથી. આ કાયદાની જોગવાઈ અનુસાર નથી. શાળામાં પ્રવેશ તથા અન્ય સુવિધાઓ માટે આધાર તૈયાર કરાવવુ ફરજીયાત કરી શકાય નહીં.’ યૂઆઈડીએઆઈએ શાળા તથા તેના મેનેજમેન્ટને નક્કી કરવાનુ કહ્યું છે કે કોઈ પણ બાળકને આધારને પગલે પ્રવેશથી વંચિત રહેવુ પડશે નહીં.

તેમણે કહ્યું, ‘ખરેખર, વિદ્યાલયો ઈચ્છે કે તેઓ બાળકોને આધાર વગર પ્રવેશ આપે અને નક્કી કરે કે પ્રવેશ બાદ વિશેષ શિબિર લગાવીને તેમનું આધાર કાર્ડ બનાવવામાં આવે.’ આધારની માંગ પર મક્કમ રહેલા શાળાઓની વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થશે, પાંડેએ કહ્યું કે આ સીધી રીતે સર્વોચ્ચ કોર્ટના આદેશની અવગણના થશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter