GSTV

UIDAIની ચેતવણી: કોઈની ભાડુઆત કે નોકરીએ રાખતા પહેલા તેનું આધાર વેરીફાય કરવું છે જરૂરી બધા 12 આંકડા નથી હોતા આધાર નંબર

Last Updated on July 14, 2021 by Pritesh Mehta

આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ છે. આઈડી પ્રૂફ તરીકે તેને તમામ સ્થળોએ સ્વીકાવામાં આવે છે. પરંતુ આધાર કાર્ડ સાથે જોડાયેલ સેવાઓ જોતી ઓથોરિટી (UIDAI)નું કહેવું છે કે તમામ 12 આંકડાનો નંબર આધાર નંબર નથી હોતો. એટલે UIDAI કોઈપણ પ્રકારનો આધાર નંબર વેરીફાય કરવાની સુવિધા આપે છે. આ પ્રક્રિયા અત્યંત સરળ છે અને તેના માટે તમારે કોઈ ચાર્જ પણ આપવાનો રહેતો નથી.

UIDAI

તકેદારી છે જરૂર

આધાર વેરિફિકેશન પ્રોસેસ

  • સૌથી પહેલા www.uidai.gov.in પર જાઓ,
  • ‘My Aadhaar’ સેગ્મેન્ટમાં ‘આધાર સર્વિસીસ’ સેક્શનમાં ‘વેરીફાય આધાર નંબર’ પર ક્લિક કરો.
  • નવા ખુલેલા પેજ પર તમારો આધાર નંબર અને આપેલ સિક્યોરિટી કોડ એન્ટર કરો અને ‘વેરીફાય’ પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારા દ્વારા નાખવામાં આવેલ 12 આંકનો આધાર નંબર જ છે અને ડિએક્ટિવેટ નથી થયો તો તમારો આધાર નંબર હયાત હોવાનું અને ઓપરેશનલ હોવાનું સ્ટેટસ વેબસાઈટ પર દેખાઈ જશે.
  • તેનાથી ખ્યાલ આવશે કે તમે જે આધાર નંબર નાખ્યો છે કે આધાર નંબર છે કે કેમ

mAadhar App દ્વારા પણ તમે વેરિફિકેશન કરી શકો છો.

  • આધાર કાર્ડમાં કવિક રિસ્પોન્સ કોડ હોય છે જેનો ઉપયોગ વેઈફીકેશન માટે કરવામાં આવી શકે છે.
  • તેના માટે મોબાઈલ એપ mAadhar માં ‘QR કોડ સ્કેનર’ઓપન કરો અને કર કોડ સ્કેન કરો.
  • ત્યારબાદ, આધાર કાર્ડ ધારકની જાણકારી સ્ક્રીન પર ડિસ્પ્લે થશે

UIDAIની સાઈટ પર મળે છે યોગ્ય જાણકારી

જો તમે કોઈને પણ તમારા ઘરે ભાડુઆત કે નોકરીએ રાખી રહ્યા છો તો તેનો આધાર નંબર વેરિફિકેશન કરવો ખુબ જ જરૂરી છે. તેનાથી ખબર પડી જાય છે કે ક્યાંક તેનું આધાર કાર્ડ નકલી તો નથી અને તે કોઈ ખોટી વ્યક્તિ નથી ને. કારણ કે કોઈ પણ ખોટી વ્યક્તિ કાગળના નકલી આધાર કાર્ડ બનાવી શકે છે. પરંતુ, UIDAIની સાઈટ પર તેની પુરેપુરી જાણકારી મળી જાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!