GSTV

અતિ અગત્યનું/ આધારના નિયમોમાં થયો મોટો ફેરફાર, હવે માત્ર 3 રૂપિયામાં થઇ જશે તમારુ આ કામ

આધાર

Last Updated on September 29, 2021 by Bansari

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ ગ્રાહકો માટે આધાર વેરિફિકેશનની રકમ 20 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા કરી દીધી છે. આ પહેલનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે વિવિધ સેવાઓ અને લાભો દ્વારા લોકોનું જીવન સરળ બનાવવા માટે એકમો તેની માળખાકીય સુવિધાઓનો લાભ લે. NPCI-IAMAI દ્વારા આયોજિત ગ્લોબલ ફિનટેક ફેસ્ટને સંબોધતા UIDAI ના સીઈઓ સૌરભ ગર્ગે જણાવ્યું હતું કે ફિનટેક ક્ષેત્રમાં આધારનો લાભ લેવાની અપાર સંભાવના છે.

ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધુ સારો ઉપયોગ

“અમે પ્રતિ વેરિફિકેશનનો દર 20 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા કર્યો છે. તેનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે વિવિધ એજન્સીઓ અને સંસ્થાઓ સરકાર દ્વારા બનાવેલ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે. માન-સન્માન સાથે લોકોનું જીવન સરળ બનાવવા માટે આ માળખાકીય સુવિધાઓનો ઉપયોગ કરવો જરૂરી છે. ”અત્યાર સુધીમાં 99 કરોડ ઇ-કેવાયસી (તમારા ગ્રાહકને જાણો) સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આધાર

આધાર કાર્ડ અસલી છે કે નકલી

UIDAI એ તેના ગ્રાહકો માટે એક ખાસ એલર્ટ જારી કર્યુ છે. UIDAI એ કહ્યું છે કે તમામ 12 ડિજિટનો નંબર આધાર કાર્ડનો અસલી નંબર નથી. આજકાલ દરેક કાર્ડ માટે આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ બની ગયું છે. આ સાથે, આધારમાં ડુપ્લિકેશન અને ચેડા પણ વધી રહ્યા છે. આ છેતરપિંડીથી બચવા માટે UIDAI એ એલર્ટ જારી કર્યુ છે. UIDAI એ કહ્યું છે કે ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ સ્વીકારતા પહેલા કાર્ડને વેરિફાય કરવુ જરૂરી છે.

UIDAI એ આપી જાણકારી

UIDAI એ સોશિયલ મીડિયા ટ્વિટર પર જાણકારી શેર કરતા લખ્યું કે દરેક 12 ડિજિટનો નંબર આધાર નથી હોતો. UIDAI એ કહ્યું કે વ્યક્તિનો આધાર કાર્ડ નંબર સાચો છે કે નહીં તેના માટે UIDAI ની વેબસાઇટ પર વેરિફિકેશન કરી શકાય છે. આ ઉપરાંત mAadhaar એપ દ્વારા વેરિફાય કરી શકાય છે.

આધાર

કેવી રીતે કરશો વેરિફાય

નોંધનીય છે કે આધાર કાર્ડનું વેરિફિકેશન ઓનલાઇન અને ઓફલાઇન કરી શકાય છે. આ માટે, યુઝર્સે લિંક Resident.uidai.gov.in/verify પર લોગઇન કરવાનું રહેશે. તે પછી અહીં 12 અંકનો આધાર નંબર લખવો પડશે. તે પછી સિક્યોરિટી કોડ અને કેપ્ચા ભર્યા પછી, તમારે Proceed To Verify પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી, 12 અંકના નંબરનુ વેરિફિકેશન સ્ક્રીન પર દેખાશે. આ તમારો અસલી આધાર નંબર છે.

Read Also

Related posts

મુર્ખામીની હદ છે/ ચેલેન્જના ચક્કરમાં યુવકે ડિયોડ્રેંટ સાથે કર્યો એવો ખેલ, ફ્રીઝ થઇ ગયા નિપ્પલ

Bansari

BIG NEWS : યુપી ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા RPN સિંહનું રાજીનામું, કહ્યું – ‘નવા અધ્યાયની શરૂઆત’

Dhruv Brahmbhatt

Gallantry Award List 2022: અદમ્ય સાહસ દર્શાવવા બદલ 939 વીરોને પ્રજાસત્તાક દિને ગેલેંટ્રી અવોર્ડથી કરાશે સન્માનતિ, અહીં જુઓ આખુ લિસ્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!