GSTV
Business Trending

અતિઅગત્યનું/ તમારી પાસે આવું આધાર કાર્ડ તો નથી ને! હવેથી નહીં ગણાય માન્ય, UIDAIએ આપી જરૂરી સૂચના

આધાર

Aadhaar Update: ભારતમાં આધાર કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ બની ગયું છે. આના વિના, આધાર કાર્ડ માત્ર ઓળખનો પુરાવો નથી, પરંતુ ઘણા સરકારી અને બિન-સરકારી લાભો માટે ફરજિયાત ડોક્યુમેન્ટ પણ છે. આપણું આધાર કાર્ડ એક યુનિક ડોક્યુમેન્ટ છે, કારણ કે તેમાં જરૂરી માહિતી હોય છે. હવે તો આધાર પણ બાળકોના સ્કૂલ એડમિશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બની ગયુ છે. પરંતુ આ દરમિયાન આધાર કાર્ડ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

ઘણા લોકો સ્માર્ટ આધાર કાર્ડ માટે અપ્લાય કરે છે પરંતુ UIDAIએ ગ્રાહકોને સ્માર્ટ આધાર કાર્ડ (PVC આધાર કાર્ડ) અંગે ચેતવણી આપી છે. UIDAIએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે ગ્રાહકોએ ઓપન માર્કેટમાંથી PVC આધારની કોપીનો ઉપયોગ ન કરવો જોઈએ. હકીકતમાં, UIDAIએ ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવા આધારનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે.

UIDAIએ માહિતી આપી

આધાર કાર્ડ પર નજર રાખનાર UIDAIએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘જો કોઈ ગ્રાહકને ઓપન માર્કેટમાંથી PVC કાર્ડ અથવા પ્લાસ્ટિક કાર્ડ અથવા સ્માર્ટ આધાર કાર્ડ મળે છે, તો તે માન્ય રહેશે નહીં. UIDAIએ એ પણ જણાવ્યું કે ગ્રાહકો કોઈપણ આધાર કાર્ડ દ્વારા તેમનું કામ કરી શકે છે.

આ આધાર કાર્ડ માન્ય રહેશે

UIDAI એ તેના ટ્વિટમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, ‘uidai.gov.in અથવા m-Aadhaar પ્રોફાઇલ પરથી ડાઉનલોડ કરેલ આધાર અથવા આધાર લેટર અથવા UIDAI દ્વારા જારી કરાયેલ આધાર PVC કાર્ડને આધાર તરીકે ગણવામાં આવશે, તેને જ કાર્ડ સંબંધિત કામ માટે ઉપયોગ કરી શકાય છે.

આધાર

સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો

UIDAIએ કહ્યું કે ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખરેખર, ઓપન માર્કેટમાંથી બનેલા આધાર PVC કાર્ડમાં સુરક્ષા સુવિધાઓનો અભાવ છે. UIDAIએ કહ્યું કે કોઈપણ ગ્રાહક પ્લાસ્ટિક કાર્ડ બનાવવા માટે 50 રૂપિયા ચૂકવીને પોર્ટલ પર ઓર્ડર કરી શકે છે. આ કિસ્સામાં, સુરક્ષામાં ચૂક હોઈ શકે છે.

UIDAI વેબસાઇટ પરથી આધાર જારી થાય છે

નોંધનીય છે કે ઘણી વખત ગ્રાહકો UIDAIની વેબસાઈટ પરથી આધાર માટે અરજી કરે છે, પછી આધાર કાર્ડ તૈયાર થઈ ગયા બાદ તેની પીડીએફ કોપી ફોન કે કોમ્પ્યુટરમાં સેવ થઈ જાય છે. લોકો બજારમાંથી આ કોપી લેમિનેશન કરાવે છે અને માત્ર થોડા રૂપિયામાં પીવીસી કાર્ડ બનાવે છે. UIDAIએ ચેતવણી આપી છે કે દુકાનદારો પ્લાસ્ટિકના આધાર કાર્ડ બનાવે છે પરંતુ તેમાં કોઈ સિક્યોરિટી ફીચર નથી હોતા. એટલે કે આવી સ્થિતિમાં તમારા આધાર નંબરની સુરક્ષા સાથે ચેડા થઈ શકે છે. તેનાથી બચવા માટે, UIDAI એ ઓફિશિયલ વેબસાઇટ પરથી જ સ્માર્ટ કાર્ડ બનાવવું જોઈએ.

Read Also

Related posts

હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ

Siddhi Sheth

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 આ તારીખથી થશે શરુ : ગુજરાતમાં રમાશે ફાઇનલ

Padma Patel

સિકયોરિટી ચેક વિના એરપોર્ટમાં ઘુસવાનો કરણનો પ્રયાસ, સુરક્ષા જવાનો એ પરત આવવાની ફરજ પાડી

Siddhi Sheth
GSTV