આધાર કાર્ડમાં સુધારા કરાવતાં પહેલાં વાંચી લેજો, ચુકવવા પડશે આટલા વધારે રૂપિયા

aadhar card

ગત વર્ષે સરકારે સિમ કાર્ડ અને સ્કૂલમાં એડમિશ માટે આધાર કાર્ડના ફરજિયાતપણાને દૂર કર્યુ હતું તેવામાં નવા વર્ષે સરકારે લોકોને મોટો ઝાટકો આપ્યો છે. યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા એટલે કે UIDAIએ નિયમોમાં ફેરફાર કરતાં આધાર કાર્ડમાં નામ અને સરનામામાં ફેરફાર કરવા માટે તમારે પહેલાં કરતાં વધારે પૈસા ચુકવવા પડશે. ચાલો જાણીએ વિસ્તારથી…

આધાર અપડેટ કરાવવા માટે ચુકવવા પડશે આટલા વધારે રૂપિયા

UIDAIનો નવો નિયમ 1 જાન્યુઆરી 2019થી લાગુ થઇ ગયાં છે. તે બાદ જો તમે આધાર કાર્ડમાં નામ અથવા સરનામુ બદલાવા માટે જાઓ તો તમારે 100 રૂપિયા સુધી ચુકવવા પડશે. જો તમે બાયોમેટ્રિક અપડેટ માટે અરજી કરશો તો તમારે 100 રૂપિયા આપવા પડશે અને ડેમોદ્રાફિક અને બાયોમેટ્રિક બંનેમાં ફેરફાર કરવા માગતા હોય તો તમારે 50 રૂપિયા ચુકવવા પડશે.

જો કે જો તમે ઑનલાઇન જાતેજ સુધારા કરો તો તમારે તેના માટે કોઇ ચાર્જ ચુકવવો નહી પડે પરંતુ જો તમે કોઇ સેન્ટર પર જઇને આધારમાં ફેરફાર કરાવો તો તમારે વધુ ચાર્જ ચુકવવો પડશે.

જણાવી દઇ કે પહેલાં આધાર કાર્ડમાં નામ બદલાવવા માટે 25 રૂપિયા આપવા પડતાં હતા પરંતુ નામ અને નંબર બદલાવવા માટે 50 રૂપિયા આપવા પડશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter