GSTV
Business Trending

કામની વાત/ આધાર કાર્ડ અસલી છે કે નકલી હવે સરળતાથી ચેક કરી શકશો, આ 5 સ્ટેપ્સમાં જ થઇ જશે તમારુ કામ

આધાર

સમયે, આધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. સિમ ખરીદવાથી લઈને સરકારી અને ખાનગી ક્ષેત્ર સુધી દરેક જગ્યાએ આધારકાર્ડ જરૂરી છે. તમારે તમારું ઘરનું કામ કરવું હોય કે બેંકિંગનું કામ કરવું, દરેક જગ્યાએ આધારકાર્ડ આવશ્યક છે. આવી સ્થિતિમાં, જો તમને જાણ થાય કે તમારી પાસે જે આધારકાર્ડ છે  તે બનાવટી છે, તો મુશ્કેલીઓ વધે છે. તેથી તમારા માટે તમારો આધાર નંબર બનાવટી છે કે નહીં તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રીતે તમે અસલી અને નકલી આધારને ઓળખી શકો છો.

ચાલો અમે તમને જણાવી દઈએ કે આધારને લગતી ઓનલાઇન માહિતી માટે મોબાઇલ નંબર રજીસ્ટર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે તમારું ઇમેઇલ એડ્રેસ અને મોબાઇલ નંબર વેરિફાય કરી શકો છો કે જે રજીસ્ટ્રેશન સમયે અથવા નવી આધાર વિગતોના અપડેટ દરમિયાન જાહેર કરવામાં આવ્યા છે. આધાર ઓનલાઇન સેવાઓ મેળવવા માટે, તમારી પાસે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો જોઈએ. જો તમારે આધારને લગતી ફરિયાદ નોંધાવવી હોય તો તમારે આ માટે ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરવો પડશે.

આધાર કાર્ડ અસલી છે કે નકલી આ રીતે ચેક કરો

>> પ્રથમ તમે આધાર https://resident.uidai.gov.in/aadhaarverifications ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.

>> અહીં તમારી સામે આધાર વેરિફિકેશન પેજ ઓપન થશે, પછી તમને એક ટેક્સ્ટ બોક્સ દેખાશે જ્યાં તમારે તમારો આધાર નંબર એન્ટર કરવો પડશે.

>> તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો. પછી ડિસ્પ્લેમાં બતાવેલ કેપ્ચા દાખલ કરો.

>> હવે વેરિફાઇ બટન પર ક્લિક કરો. જો તમારો આધાર નંબર સાચો છે, તો નવું પેજ ખુલશે જેમાં તમને એક મેસેજ મળશે જેમાં તમારો આધાર નંબર આપવામાં આવશે.

>> આ સાથે, તમારી સંપૂર્ણ વિગત નીચે હશે. તે જ સમયે, જો નંબર નકલી છે, તો ઇનવેલિડ આધાર નંબર તેવુ લખેલુ જોવા મળશે.

MAadhaar એપ દ્વારા

પ્રિન્ટેડ આધારમાં એક QR કોડ હોય છે.

તમારે ફક્ત તમારી mAadhaar એપમાં QR કોડ સ્કેનર ખોલવું પડશે અને પ્રસ્તુત આધાર પર QR કોડ સ્કેન કરવો પડશે.

આ પછી, આધાર ધારકની વિગતો ફોટા સાથે સ્ક્રીન પર દેખાશે.

ઓળખને ચકાસવા માટે તમે તેમને આધાર સાથે મેચ કરી શકો છો.

Read Also

Related posts

બે લોકોએ મળીને ક્રાઉડ ફંડિંગની મદદથી ખરીદ્યો એક દેશ, આ રીતે તમે પણ મેળવી શકો છો નાગરિકતા

Hemal Vegda

યુ.પી: સંભલમાં રામલીલાના મંચ પર અશ્લીલતા, બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતી જોવા મળી બાર ડાન્સર, વીડિયો વાયરલ થતા કેસ દાખલ

HARSHAD PATEL

શું એલન Alon Musk-Twitterની ડીલ થઈ શકે છે પાક્કી? મસ્કના લેટર અંગે ટ્વિટરે આપ્યું આ રિએક્શન

Hemal Vegda
GSTV