GSTV

એલર્ટ! તમારી પાસે પણ આવું આધાર કાર્ડ હોય તો મર્યા સમજો, UIDAIએ આપી આ ચેતવણી

મોટાભાગના લોકો પ્લાસ્ટિક આધારનો ઉપયોગ કરે છે. જો તમે પણ આવા જ લોકોમાંથી એક છો તો તમારે સાવધાન થઇ જવાની જરૂર છે. UIDAIએ સપષ્ટતા કરી છે કે પ્લાસ્ટિક આધાર કાર્ડ માન્ય નહી ગણાય. આધાર જારી કરનાર ઓથોરિટી UIDAIએ ટ્વીટ કરીને ચેતવણી આપી છે કે પ્લાસ્ટિક આધાર કે આધાર સ્માર્ટ કાર્ડ/PVC કાર્ડ માન્ય નથી.

શું છે નુકસાન

UIDAIએ પ્લાસ્ટિક આધાર કાર્ડના નુકસાન ગણાવતા એક નિવેદન જારી કર્યુ છે. આ નિવેદનમાં ઓથોરિટીએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિક આધાર કે સ્માર્ટ આધાર કાર્ડનો ઉપયોગ ન કરોય આવા કાર્ડથી તમારી આધાર ડિટેલ્સની પ્રાઇવસીને જોખમ છે. UIDAIનું કહેવું છે કે પ્લાસ્ટિક આધાર કાર્ડ ઘણવાર કામ નથી કરતુ. આ જ કારણ છે કે પ્લાસ્ટિક આધારની અનઓથોરાઇઝ્ડ પ્રિન્ટિંગના કારણે QR કોડ ડિસ્ફંક્શનલ થઇ જાય છે. સાથે જ આધારમાં રહેલી તમારી પર્સનલ ડિટેલ્સ તમારી પરવાનગી વિના શેર કરવાનું જોખમ પણ રહેલુ છે.

આટલા રૂપિયામાં બને છે પ્લાસ્ટિક આધાર

નિવેદનમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે કે પ્લાસ્ટિક કે પીવીસી શીટ પર આધારની પ્રિન્ટિંગના નામે લોકો પાસેથી 50થી 300 રૂપિયા લેવામાં આવે છે. ક્યાંક આના કરતાં વધુ ચાર્જ પણ લેવામાં આવે છે. UIDAIએ લોકોને આવી છેતરપિંડીથી બચવાની સલાહ આપી છે.

આ આધાર પણ છે માન્ય

UIDAIએ પોતાના નિવેદનમાં આ વાત પર પણ ભાર મુક્યો છે કે ઓરિજિનલ આધાર ઉપરાંત એક સાધારણ પેપર પર ડાઉનલોડ કરેલુ આધાર અને એમઆધાર માન્ય છે. તેના માટે સ્માર્ટ આધારના ચક્કરમાં પડવાની જરૂર નથી. ત્યાં સુધી કે તમારે કલર્ડ પ્રિન્ટની પણ જરૂર નથી. સાથે જ તમારે અલગથી આધાર કાર્ડના લેમિનેશન કે પ્લાસ્ટિક આધાર કાર્ડની જરૂર નથી. જો તમારુ આધાર કાર્ડ ખોવાઇ જાય તો તમે ફ્રીમાં  https://eaadhaar.uidai.gov.in પરથી ડાઉનલોડ કરી શકો છો.

Read Also

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana

ગર્લ્સ અહીં ધ્યાન આપો/ હાઈ હિલ્સ પહેરવાના ચક્કરમાં આપને પણ થઈ શકે છે આ પાંચ બિમારી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!