GSTV
Gujarat Government Advertisement

પ્લાસ્ટિકનું આધાર કાર્ડ અથવા આધાર સ્માર્ટ કાર્ડ બનાવવાનું વિચારો છો તો અટકી જજો, આવી રહ્યા છે નવા નિયમો

Last Updated on July 1, 2019 by

જો તમે પ્લાસ્ટિક આધાર કાર્ડ અથવા એમ કહો કે આધાર સ્માર્ટ કાર્ડ પસંદ કરો છો અથવા તેને બનાવવાનું વિચારી રહ્યા છો, તો અટકી જાઓ. આધાર જારી કરનાર ઓથોરિટી યુઆઇડીએઆઇએ ટ્વીટ્સ દ્વારા ચેતવણી આપી છે કે, પ્લાસ્ટિક આધાર અથવા મૂળ સ્માર્ટ કાર્ડ / પીવીસી કાર્ડ માન્ય નથી.

આધાર કાર્ડ ધારકની પાસે આવ્યું આધાર લેટર / uidai.gov.inથી ડાઉનલોડેડ આધાર અથવા એમઆધાર (mAadhaar) પ્રો ફાઈલ આધાર સાથે જોડાયેલી કોઈપણ સેવાનો લાભ લેવા માટે પર્યાપ્ત છે. પ્લાસ્ટિક આધાર કાર્ડના નુકશાન ફેબ્રુઆરી 2018 માં, યુઆઇડીએઆઇએ પ્લાસ્ટિક આધાર કાર્ડનું નુકસાન ગણાવતા નિવેદન જારી કર્યું હતું. આ નિવેદનમાં સત્તાવાળાએ કહ્યું હતું કે, પ્લાસ્ટિક આધાર અથવા સ્માર્ટ આધાર કાર્ડનો ઉપયોગ કરશો નહીં.

આવા કાર્ડથી તમારી આધાર વિગતો ગોપનીયતાના જોખમમાં છે. યુઆઇડીએઆઇ કહે છે કે પ્લાસ્ટિક આધાર કાર્ડ ઘણી વખત કામ કરતું નથી. તેનું કારણ એ છે કે પ્લાસ્ટિક આધારની બિન અધિકૃત પ્રિંટિંગને કારણે ક્યુઆર કોડ ડિસફંક્શનલ થઇ જાય છે. ઉપરાંત આધારમાં ઉપલબ્ધ તમારી વ્યક્તિગત વિગતો પરવાનગીવગર શેર કરવાનું પણ જોખમ છે.

#AadhaarEssentials We strongly discourage the use of PVC Aadhaar copies. Your Aadhaar letter or Aadhaar downloaded from https://t.co/O8VS8MPnEi or mAadhaar profile is enough for any Aadhaar related service. Related Press Release: https://t.co/RYFpaayuwz pic.twitter.com/JlZIcm7jai — Aadhaar (@UIDAI) April 27, 2019 સાદા કાગળમાં ડાઉનલોડેડ આધાર પણ છે વેલીડ યુઆઇડીએઆઇએ તેમના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, મૂળ આધાર ઉપરાંત સાદા કાગળ પર ડાઉનલોડ કરાયેલ આધાર અને એમઆધાર સંપૂર્ણ રૂપે માન્ય છે.

એટલા માટે તમારે સ્માર્ટ આધારના ચક્કરમાં આવવાની જરૂર નથી. તમને રંગીન પ્રિન્ટની પણ જરૂર નથી. ઉપરાંત, તમારે અલગ આધાર કાર્ડ લેમિનેશન અથવા પ્લાસ્ટિક બેઝ કાર્ડની જરૂર નથી. જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે, તો તમે તેને https://eaadhaar.uidai.gov.in પરથી મફતમાં ડાઉનલોડ કરી શકો છો.

aadhar service charge

પ્લાસ્ટિક આધારના નામ પર એકત્રિત કરવામાં આવે છે કેટલા રૂપિયા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, પ્લાસ્ટિક અથવા પીવીસી શીટ્સ પર આધાર છાપવાના નામ રૂપે, લોકો 50 થી રૂ. 300 થી વસૂલ કરવામાં આવે છે. બીજે ક્યાંય તેના કરતાં વધુ ચાર્જ કરવામાં આવતો હોય છે. યુઆઇડીએઆઇએ લોકોને એવી દુકાનો અથવા લોકોથી બચવા અને તેમની વાતમાં ન આવવાની સલાહ આપી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચાણક્ય નીતિ/ આ 4 બાબતોમાં પુરુષો કરતાં અનેકગણી આગળ છે મહિલાઓ, તમે પણ જાણો

Bansari

WTC Final / વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ડ્રો થવા પર પણ ભારતને થશે મોટું નુકશાન, ન્યૂઝીલેન્ડને થશે ફાયદો

Zainul Ansari

ટિપ્સ/ વરસાદની સીઝનમાં ગાડી ચલાવતી વખતે હેરાન ન થવું હોય તો જરૂર રાખો આ 9 સાવચેતીઓ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!