GSTV
Business India News Trending

એલર્ટ/ ભૂલથી પણ સોશિયલ મીડિયા પર આધાર કાર્ડને લગતુ આ કામ ના કરતાં, નહીંતર આવશે પસ્તાવવાનો વારો

આધાર

12 અંકોનો આધાર નંબર આપણા જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. જો કે આ નંબરને લઇને ઘણાં લોકો મોટી ભૂલ કરી બેસે છે. જેના કારણે ઘણીવાર તેઓ મુશ્કેલીમાં મુકાઇ જાય છે. આધારનો પ્રયોગ વ્યક્તિગત રીતે નાણાકીય કાર્યો માટે પણ થવા લાગ્યો છે. બેન્કથી લઇને આવકવેરા રિટર્ન ભરવા સુધી માટે આધાર નંબર હોવો જરૂરી છે. આ જ કારણ છે કે આધારથી થતા ફ્રોડની સંખ્યામાં ઝડપથી વધારો થવા લાગ્યો છે.

આધાર

UIDAIએ આપી આ સલાહ

આધાર કાર્ડને લઈને UIDAIએ એક ચેતવણી જારી કરી છે. UIDAIએ કહ્યુ છે કે, આધાર કાર્ડ રાખતા લોકો પોતાની જાણકારી કોઈ પણ પ્રકારનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર ન કરે, આ ભૂલ આધારકાર્ડ ધારકોને ભારે પડી શકે છે. UIDAIએ આપી આધાર કાર્ડને લઈને ચેતવણી વાસ્તવમાં કોઈએ પોતાના આધાર કાર્ડ સાથે જોડાયેલી જાણકારી સોશિયલ મીડિયા પર લખી દીધી. તેની પર UIDAIએ તે યુઝરને ચેતવણી આપતા કહ્યું કૃપયા પોતાના આધાર સંબંધિત જાણકારી સોશિયલ મીડિયા પર શેર ન કરો. તેને તરત જ ડીલીટ કરો.

UIDAIએ ટ્વીટ કરીને માહિતી આપી

લાંબી લાઈનોથી બચો આ સિવાય હવે તમે આધારકાર્ડમાં કોઈપણ પ્રકારનું અપડેટ મેળવવા માટે આધાર કેન્દ્રની લાંબી લાઇનોમાં ઉભા રહેવાનું પણ ટાળી શકો છો. UIDAIએ લાંબી લાઈનોમાંથી બચવા માટેની રીત જણાવી છે. UIDAIએ ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી છે. UIDAIએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, આધાર કેન્દ્રમાં સેવાઓ મેળવવા માટે, તમે ઘરેથી ઓનલાઇન બુક કરાવી શકો છો. આ માટે, httpsappointments.uidai.gov.inbookappointment.aspx લિંક પર ક્લિક કરો અને લાંબી લાઈનોથી બચો.

uidai

QR Codeથી પણ થઈ જશે કામ

UIDAIએ આધાર કેન્દ્રમાં Appointment માટે QR CODE પણ બહાર પાડ્યો છે. યુઝર્સ આ કોડ્સને સ્કેન કરીને અપોઈન્ટમેન્ટ લઈ શકે છે. તમે ઈચ્છો તે દિવસ અને સમય પર અપોઈન્ટમેન્ટ લઈને, યુઝર્સ આધાર કેન્દ્ર પર પહોંચીને લાંબી લાઈનોથી બચી શકે છે. ઘરે બેઠા અપડેટ કરો આધારમાં નામ અને સરનામું જો તમે આધાર કેન્દ્રમાં જઇને આધારમાં ડેમોગ્રાફિક ડિટેલ્સમાં ફેરફાર કરવા માંગતા હો, તો તમે આ કાર્ય ખૂબ જ સરળતાથી કરી શકો છો. UIDAIની વેબસાઇટ દ્વારા યુઝર આધારમાં પોતાનું નામ, સરનામું, જન્મ તારીખ અને લિંગને અપડેટ કરી શકે છે.

uidai

આ માટે હવે ક્યાંય જવાની જરૂર નથી. હવે તમે તમારા સરનામાંને ઘરેથી જ આધાર એપ્લિકેશનથી અપડેટ કરી શકો છો. સરનામું અપડેટ કરવા માટે તમારે Service પર ક્લિક કરવું પડશે. આ પછી, Update Address Online પર ટચ કરો. અહીં આધાર નંબર દાખલ કર્યા પછી, Security captcha દાખલ કરો અને Request OTP પર ટેપ કરો. હવે ફરીથી તમારા નંબર પર એક OTP આવશે. OTP દાખલ કર્યા પછી Verify કરો. અહીં તમને સરનામાંને કેવી રીતે અપડેટ કરવું તે પૂછવામાં આવશે. તમને via Address Proof અને via Secret Codeનો વિકલ્પ મળશે. તમે via Address Proof પર ટેપ કરી દો. હવે સરનામાંની વિગતો ભરવી પડશે. આ પછી, સરનામાંનો પુરાવો માંગવામાં આવશે જેનું સ્કેન કરીને સબમિટ કરી દો. Verifyના બટન પર ક્લિક કરો. થોડા દિવસોમાં એક નવું આધારકાર્ડ તમારી પાસે આવશે.

Read Also

Related posts

મહારાષ્ટ્ર/ છત્રપતિ શિવાજી પર રાજ્યપાલ કોશ્યારીના નિવેદન પર ભારે વિવાદ, પદ પરથી હટાવવા બોમ્બે હાઈકોર્ટમાં અરજી

Padma Patel

સ્થૂળતા જ નહિ, ડાયાબિટિસને પણ નિયંત્રણમાં રાખે છે આ ગૂલાબી ફ્રૂટ, જાણો તેના અદ્ભુત ફાયદા

Akib Chhipa

સલાહ/ સ્વાસ્થ્યનો ભોગ લેતાં ફેશનના ફિતુર : અતિરેક તમારા સ્વાસ્થ્યનો દાટ વાળી દેશે

HARSHAD PATEL
GSTV