GSTV
Home » News » તમારું આધાર કાર્ડ કરાવશે 30 હજાર રૂપિયાની કમાણી, જો જો આવી તક જતી ના કરતાં

તમારું આધાર કાર્ડ કરાવશે 30 હજાર રૂપિયાની કમાણી, જો જો આવી તક જતી ના કરતાં

જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો ઘરે બેઠા 30 હજાર રૂપિયા સુધી જીતવાની તમારી પાસે શાનદાર તક છે. આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAIએ એક ખાસ કોન્ટેસ્ટની શરૂઆત કરી છે. આ કોન્ટેસ્ટમાં ભાગ લેવાની અંતિમ તારીખ 8 જુલાઇ છે. એટલે કે 30 હજાર રૂપિયા જીતવા માટે તમારી પાસે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. જો કે તેના માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે.

હકીકતમાં UIDAIએ ગત દિવસોમાં My Aadhaar online કોન્ટેસ્ટની શરૂઆત કરી છે. આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારે આધાર દ્વારા આપવામાં આવતી સેવાઓમાંથી એકનો એનિમેટેડ ટ્યુટોરિયલ વીડિયો બનાવવો પડશે. આ વીડિયો 30થી 120 સેકેન્ડની વચ્ચેનો હોવો જોઇએ. જે સેવાનો તમે ટ્યુટોરિલ બનાવી રહ્યાં છો તે એનિમેટેડ વીડિયોમાં સરળતાથી સમજાવું જોઇએ.

મહત્વની વાત એ છે કે તમે આ વીડિયોમાં હિન્દી અથવા અંગ્રેજીમાં બનાવી શકો છો. તમે તમારા વીડિયોને યુટ્યૂબ, ગૂગલ ડ્રાઇવ અથવા અન્ય વીડિયો શેરિંગ પ્લેટફોર્મ પર અપલોડ કરી શકો છો. તેની લિંક UIDAIના ઇમેલ media.division@uidai.net.in પર મોકલી શકો છો.

આ કોન્ટેસ્ટમાં UIDAI દિવારા 48 વિજેતા પસંદ કરવામાં આવશે. કેશ પ્રાઇઝ માટે કુલ 15 કેટેગરી છે અને દરેક કેટેગરીના ટૉપ 3 વીડિયોનો અવોર્ડ મળશે. તેમાં પ્રથમ વિજેતાને 20 હજાર રૂપિયા, બીજા વિજેતાને 10 હજાર રૂપિયા અને ત્રીજા વિજેતાને 5 હજાર રૂપિયા આપવામાં આવશે.

તમામ કેટેગરીમાં જેનો વીડિયો સૌથી સારો હશે જેના પ્રથમ વિજેતાને 30 હજાર રૂપિયા, બીજાને 20 હજાર રૂપિયા અને ત્રીજા વિજેતાને 10 હજાર રૂપિયા આપવામાં આવશે.

આ છે શરતો

આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે જરૂરી છે કે આધાર કાર્ડ તમારા બેન્ક એકાઉન્ટ સાથે લિંક હોય. જો તમારુ આધાર તમારા બેન્ક એકાઉન્ટ સાથે લિંક ન હોય તો 31 ઓગસ્ટ પહેલાં તેને લિંક કરાવવું જરૂરી છે.

આ ઉપરાંત તમારો આધાર નંબર, આધાર નંબર પર જે નામ છે તે, સરનામુ, મોબાઇલ નંબર જેવી જાણકારીઓ આપવાની રહેશે. આ કોન્ટેસ્ટ વિશે વધુ માહિતી માટે https://www.facebook.com/notes/aadhaar/myaadhaaronline-contest-terms-conditions/2435648466719046/ લંક પર વિઝિટ કરી શકો છો.

Read Also

Related posts

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva

અમદાવાદમાં વધતા પ્રદુષણને રોકવા મ્યુનસીપલ કોર્પોરેશને લીધો આ નિર્ણય

Nilesh Jethva

ભચાઉ કેનાલમા બે કિશોર પાણીમાં ન્હાવા જતા પાણીમાં થયા ગરકાવ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!