GSTV

કામની વાત/ હવે તમારા ફોનમાં રાખી શકશો 5 લોકોનું આધાર કાર્ડ, UIDAI લાવી ખાસ સુવિધા

UIDAI

Last Updated on February 17, 2021 by Bansari

આધાર નંબર (Aadhaar number) આજના સમયમાં બધા માટે ખૂબ જ જરૂરી છે. તેવામાં ડિજિટલાઇઝેશનને ધ્યાનમાં રાખતા સરકારે mAadhaar એપની સુવિધા ગ્રાહકોને આપી હતી. આ એપને ડાઉનલોડ કર્યા બાદ યુઝર્સને પેપર ફોર્મેટમાં ‘આધાર કાર્ડ'(Aadhaar Card) સાથે રાખવાની જરૂર નથી. UIDAI હવે પોતાના ગ્રાહકો માટે એક ખાસ સુવિધા લઇને આવી છે. હવે તમે તમારી mAadhaarમાં 5 પ્રોફાઇલ એડ કરી શકો છો.

આધાર

UIDAIએ કર્યુ ટ્વીટ

UIDAIએ ટ્વીટ દ્વારા એપ ડેવલપમેંટની જાણકારી આપી છે. ટ્વીટમાં લખ્યું છે કે હવે તમે 5 પ્રોફાઇલને પોતાની mAadhaar એપ પર એડ કરી શકો છો. સાથે જ ફક્ત 3 પ્રોફાઇલ એડ કરવાની સુવિધા હતી.

mAadhaar એપને એન્ડ્રોયડ યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો અને પ્રોફાઇલ એડ કરી શકો છો. પ્રોફાઇલ એડ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તમે પાંચેય આધાર કાર્ડમાં તે જ મોબાઇલ નંબર એન્ટર હોવો જોઇએ જે તમે તમારા ફોનમાં યુઝ કરી રહ્યાં છો. જણાવી દઇએ કે તમે એડ તો 5 આધાર કાર્ડ કરી શકો છો પરંતુ તમે એકવાર એક જ આધારનો ઉપયોગ કરી શકો છો.

uidai

કેવી રીતે એડ કરી શકો છો પ્રોફાઇલ

>> તમારે સૌથી પહેલા આ એપ ઇન્સ્ટોલ કરવાની છે.

>> હવે 12 ડિજિટલનો આધાર નંબર નાંખો.

>> હવે તમામ જાણકારી ફિલ કરો અને વેરિફાય પર ક્લિક કરો.

>> હવે તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીરી આવશે.

>> તેને ફિલ કરો

>> હવે તમારી આધાર પ્રોફાઇલ એડ થઇ જશે

કેવી રીતે ડિલીટ કરી શકો છો પ્રોફાઇલ

>>એમઆધાર એપ પર પોતાની પ્રોફાઇલ ઓપન કરી ટૉપ રાઇટમાં મેન્યૂ પર ક્લિક કરો.

>> ડિલીટ પ્રોફાઇલ ઓપ્શન સિલેક્ટ કરો.

>>તે બાદ તમારી પ્રોફાઇલ એપથી ડિલીટ થઇ જશે.

આધાર

કેટલી ભાષાઓમાં મળે છે સુવિધાઓ

આ એપમાં તમને 12 અલગ અલગ ભાષાઓમાં સુવિધાઓ મળે છે. તેમાં હિન્દી અને અંગ્રેજી ઉપરાંત આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, તમિલ, પંજાબી, તેલુગુ અને ઉર્દૂમાં પણ સુવિધા મળે છે. એપને ડાઉનલોડ કર્યા બાદ તમને ભાષા વિશે પૂછવામાં આવે છે.

35થી વધુ આધાર સર્વિસિઝ ઉપલબ્ધ

જણાવી દઇએ કે આ એપ દ્વારા તમે તમારા સ્માર્ટફોન પર 35થી વધુ આધાર સેવાઓ જેવી કે ઇ-આધાર, અપડેટ સ્ટેટસ, આધાર કેન્દ્ર વિશે જાણો વગેરે સરળતાથી જોઇ શકો છો.

Read Also

Related posts

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

BJPમાં ફફડાટ: સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે

Pravin Makwana

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!