GSTV
Home » News » Breaking News : ફક્ત રૂ.500 આપ્યાં અને મળી ગઇ કરોડો લોકોના આધાર કાર્ડની વિગતો !

Breaking News : ફક્ત રૂ.500 આપ્યાં અને મળી ગઇ કરોડો લોકોના આધાર કાર્ડની વિગતો !

કેટલાંક સમય પહેલાં એવી ખાતરી આપવામાં આવતી હતી કે આધાર કાર્ડ એકદમ સુરક્ષિત છે. આધાર બનાવતી ઓથોરિટી UIDAIએ પણ કહ્યું હતું કે આધાર કાર્ડમાં દરેક અંગત વિગતો બિલકુલ સુરક્ષિત છે. પરંતુ જો તમે એવું વિચારતાં હોય તો તે એકદમ ખોટું છે. તમે માત્ર રૂ.500 આપીને માત્ર 10 મિનિટમાં કરોડો આધાર કાર્ડની જાણકારી મેળવી શકો છો. આ વાત આશ્વર્યજનક છે પરંતુ આવો દાવો કરવામાં આવી રહ્યો છે.

એક અંગ્રેજી અખબારે કરેલી તપાસમાં એક એજન્ટ વિશે જાણવા મળ્યું છે. આ એજન્ટે માત્ર 10 મિનિટમાં એક ગેટવે આપ્યો અને લોગઇન પાસવર્ડ પણ આપ્યો. ત્યારબાદ આધાર કાર્ડનો નંબર નાંખવાનો હતો અને કોઇપણ વ્યક્તિની અંગત વિગતો સરળતાથી મળી ગઇ. ત્યારબાદ રૂ.300થી વધુ આપતાં આ વિગતોને પ્રિન્ટ કરાવવાનું પણ એક્સેસ મળી ગયું. તેના માટે એક અલગ સોફ્ટવેર હતું.

સત્તાધીશો પાસે  જ હોય છે પાસવર્ડ

જ્યારે આ અંગે UIDAIના અધિકારીઓને જણાવવામાં આવ્યું, તો તેમણે તરત જ બેંગલોરના ટેકનીકલ ટીમને આ અંગે જાણ કરી. ચંદીગઢમાં UIDAIના રિજનલ એડિશનલ ડાયરેક્ટર-જનરલ સંજય જિંદલે જણાવ્યું કે જો આ વાત સાચી છે તો આ બાબત ચોંકાવનારી છે કારણકે ડાયરેક્ટર જનરલ અને મારા સિવાય અન્ય કોઇ પાસે લોગ-ઇન પાસવર્ડ ન હોવો જોઇએ.

6 મહિનાથી થઇ રહ્યું છે આ કામ

સૂત્રોએ જણાવ્યા અનુસાર આ ગ્રુપ 6 મહિનાથી કામ કરી રહ્યું છે. એક રેકેટમાં સૌથી પહેલાં એ ત્રણ લાખ લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં, જે IT મિનીસ્ટ્રી તરફથી કોમન સર્વિસ સેન્ટર સ્કીમ હેઠળ જે સ્ન્ટર સરૂ કરવામાં આવ્યાં હતાં ત્યાં કામ કરતાં હતાં. તેમને આ લોકો પાસેથી આધાર અંગે તમામ માહિતી કઢાવવાનું કામ સરળ લાગ્યું અને તેમણે આ લોકોને પોતાની ચાલમાં ફંસાવી લીધાં.

હેકર્સ પાસે રાજસ્થાનની વેબસાઇટનું પણ છે એક્સેસ

 આ ઉપરાંત હેકર્સ પાસે રાજસ્થાનની આધારકાર્ડની વેબસાઇટનું પણ એક્સેસ છે. જેને તેઓ આધારની જાણકારી મેળવી શકતાં હતાં અને તેની પ્રિન્ટ પણ કાઢી શકતાં હતાં. સંજય જિંદલે જણાવ્યું કે, હવે UIDAI આ અંગે તપાસ કરશે, ત્યારે જ કોઇ પુષ્ટિ થઇ શકશે.

ઉલ્લેખનીય છે કે આ પ્રકારની કોઇ ખામી મળી આવવી મોટી વાત છે અને આધાર સાથે લોકોના સિમ કાર્ડ, બેન્ક ખાતા અને અન્ય દસ્તાવેજો લિંક કરવામાં આવેલા હોવાથી કોઇપણ વ્યક્તિ તેનો ગેરલાભ ઉઠાવી શકે છે.

Related posts

નેશનલ ઈલેક્શન વોચ અને એડીઆરનું ચોંકાવનારું વિશ્લેણ, વિગત જાણો શું છે?

Path Shah

“મા-માટી-મોદી”, નરેન્દ્ર મોદીએ માતા હિરાબાનાં આશીર્વાદ લીધા

Riyaz Parmar

ગુજરાતના આ ત્રણ ગામોમાં થાય છે અનોખા લગ્ન, જાણીને તમે પણ ચોકી જશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!