GSTV
Business Trending

સાવધાન / ક્યાંક ભાડૂઆત તો તમને નથી આપી રહ્યો ને દગો, ઘરે બેસીને આવી રીતે કરો તેની તપાસ

ઘણીવાર એવું વાંચવામાં આવે છે કે સાંભળવામાં આવે છે કે લોકો કોઈ ખરાઈ વગર ભાડૂઆતોને તેમના ખાલી મકાનોમાં રાખે છે. ચકાસણી વગર તમારા ઘરમાં ભાડૂઆત તરીકે કોઈને રાખવું માત્ર તમારા માટે જ નહીં પણ પડોશ માટે પણ જોખમી છે. જે વ્યક્તિને તમે તમારું મકાન ભાડે આપ્યું છે તે શંકાસ્પદ વ્યક્તિ તો નથી ને. સરકાર અને વહીવટ ઘણીવાર લોકોને ચેતવણી આપતા રહે છે કે ભાડૂઆતની ચકાસણી કરવી જ જોઇએ. આધાર કાર્ડ દ્વારા વ્યક્તિની મજબૂત ચકાસણી કરી શકાય છે. તમે થોડીવારમાં આ કામ જાતે કરી શકો છો.

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI), આધાર કાર્ડ જારી કરતી સંસ્થાએ આધારને કેવી રીતે ચકાસવું તે જણાવ્યું છે. આ દ્વારા, તમે શોધી શકો છો કે તમે જે વ્યક્તિને તમારું ઘર ભાડે આપી રહ્યા છો તેનું આધાર કાર્ડ અસલી છે કે નકલી. આજે અમે તમને આ સમગ્ર પ્રક્રિયા વિશે જણાવીશું.

દરેક 12 અંકનો નંબર આધાર નથી

UIDAI અનુસાર, દરેક 12 અંકનો નંબર આધાર નથી. આ ચકાસવું જરૂરી છે. આધાર નંબરની ચકાસણી UIDAI વેબસાઈટ દ્વારા સેકન્ડમાં થઈ શકે છે અને તેના માટે કોઈ ચાર્જ નથી.

Aadhaar Card

આધાર નંબર કેવી રીતે ચકાસવો

તમને જણાવી દઈએ કે હાલમાં આધાર કાર્ડને મોટાભાગના સ્થળોએ આઈડી પ્રૂફ તરીકે સ્વીકારવામાં આવી રહ્યું છે. ઘણી જગ્યાએ, સૌથી પહેલા આધાર માંગવામાં આવે છે. પરંતુ UIDAI, આધાર સંબંધિત સેવાઓની દેખરેખ કરતી સત્તા કહે છે કે દરેક 12-અંકનો નંબર આધાર નથી. તેથી, UIDAI કોઈ પણ વ્યક્તિના આધાર નંબરને ચકાસવાની સુવિધા પૂરી પાડે છે.

આધાર નંબરની ચકાસણી કરવા માટે, આ પહેલા લિંક પર લોગીન કરો. Resident.uidai.gov.in/verify. અહીં 12 અંકનો આધાર નંબર દાખલ કરો. સિક્યુરિટી કોડ અને કેપ્ચા ભર્યા બાદ પ્રોસીડ ટુ વેરિફાઇ પર ક્લિક કરો.

વેરિફાઇ પર ક્લિક કર્યા પછી, જો તમે દાખલ કરેલો 12 અંકનો નંબર ખરેખર આધાર નંબર છે અને તેને નિષ્ક્રિય કરવામાં આવ્યો નથી, તો તમારા આધાર નંબરની હાલની અને કાર્યરત સ્થિતિ વેબસાઇટ પર બતાવવામાં આવશે. આ સાથે, ચકાસણી પૂર્ણ કરવાનો સંદેશ પણ બતાવવામાં આવશે.

ALSO READ

Related posts

બેલ્જિયમની યુવતી ઓટો ડ્રાઈવરના પ્રેમમાં પડી, ભારત આવીને કર્યા પ્રેમી સાથે લગ્ન…

Kaushal Pancholi

તહેલકા મચાવી રહ્યો છે Viનો આ રિચાર્જ પ્લાન! મળી રહી છે અનલિમિટેડ ઈન્ટરનેટની મજા

Kaushal Pancholi

વૈજ્ઞાનિકોની મોટી શોધ… મશરૂમની ત્વચામાંથી બનશે કોમ્પ્યુટર ચિપ, દુનિયામાં ઓછો થશે ઈલેક્ટ્રોનિક વેસ્ટ

GSTV Web Desk
GSTV