યુનિવર્સિટીઓ અને કોલેજોમાં યુજી-પીજીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વિલંબિત થયેલુ શૈક્ષણિક સત્ર હવે 1 નવેમ્બરથી શરૂ થશે . યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(યુજીસી) દ્વારા નવુ એકેડમિક કેલેન્ડર જાહેર કરવામા આવ્યુ છે. કોરોનાને કારણે શિક્ષણ કાર્ય વિલંબિત થતાં ચાલુ વર્ષંમાં દિવાળી-ક્રિસમસ સહિતના વિન્ટર વેકેશન્સ અને સમર વેકેશનમાં પણ હવે ઘટાડો થશે. વિદ્યાર્થીઓને માત્ર સેમેસ્ટરની પરીક્ષા માટે તૈયારી કરવા થોડી રજા મળશે અને પ્રથમ સેમેસ્ટર પુરૂ થતા બીજા સેમેસ્ટરની શરૂઆત પહેલા થોડા દિવસનો બ્રેક મળશે.
In view of the COVID-19 pandemic, the Commission has accepted the Report of the Committee and approved the @ugc_india Guidelines on Academic Calendar for the First Year of Under-Graduate and Post-Graduate Students of the Universities for the Session 2020-21.
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) September 22, 2020
Suggested calendar? pic.twitter.com/JPYNhiWb0k
કોરોના મહામારીને કારણે શૈક્ષણિક સત્ર રિવાઇઝ કરવા માટે નિમવામાં આવેલી સમિતિએ આપેલી ગાઇડલાઇનનો યુજીસીએ સ્વીકાર કરી લીધો છે. સમિતિએ વર્ષ 2020-21 માટે સ્નાતક અને અનુસ્નાતકના પ્રથમ વર્ષના શૈક્ષણિક કેલેન્ડર માટે ભલામણો રજૂ કરી છે. યુજીસીએ આ ભલામણો સ્વીકારી લીધી છે તેમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંકે જણાવ્યું છે. યુજીસીએ કોલેજો શરૂ કરવા માટે એપ્રિલમાં વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર રજૂ કર્યુ હતું. આ કેલેન્ડરમાં પરીક્ષા અને અભ્યાસક્રમ ચલાવવાની ગાઇડલાઇન પણ સામેલ હતી. તે સમયે નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે કોલેજો 1લી સપ્ટેમ્બરથી શરૂ કરવાનું આયોજન હતું.

જો કે કોરોનાના કેસો સતત વધવાને કારણે કોલેજો સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવી નથી અને પરીક્ષાઓમાં પણ વિલંબ થયો છે તેમજ નવા વિદ્યાર્થીઓ માટેની પ્રવેશ પ્રક્રિયામાં પણ વિલંબ થયો છે. યુજીસી દ્વારા જાહેર કરાયેલા નવા રિવાઇઝ કેલેન્ડર અનુસાર પ્રથમ વર્ષના એડમિશન યુનિ.-કોલેજોએ 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરી દેવાના રહેશે. પ્રથમ સેમેસ્ટરના વર્ગો 1 નવેમ્બરથી શરૂ થઇ જવા જોઇએ. કોરોનાને કારણે શૈક્ષણિક વર્ષ વિલંબથી શરૂ થવાના કારણે થયેલા શૈક્ષણિક નુકસાનની ભરપાઇ કરવા માટે યુજીસીએ કોલેજોને સપ્તાહમાં છ દિવસ ભણાવવા અને શિયાળુ તથા ઉનાળુ વેકેશન ઘટાડવાના પણ નિર્દેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાને પગલે સમગ્ર દેશમાં કોલેજો અને શાળાઓ 16 માર્ચથી બંધ છે.ત્યારે કોરોનાને લીધે શિક્ષણિક વર્ષ પુરી રીતે ખોરવાઈ ગયુ છે અને આ વર્ષે નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે હવે શૈક્ષણિક વર્ષ 1લી નવેમ્બરથી 30 ઓગસ્ટ સુધીનું ગણાશે. યુજીસીના નવા એકેડમિક કેલેન્ડર મુજબ પ્રથમ સત્રમાં 1લી માર્ચથી 7 માર્ચ સુધી પ્રીપરેટરી બ્રેક રહેશે અને 8મી માર્ચથી 26મી માર્ચ સુધી પરીક્ષાઓ લેવાની રહેશે. 27મી માર્ચથી 4 એપ્રિલ સુધી સેમેસ્ટર બ્રેક રહેશે અને 5મી એપ્રિલથી ઈવન સેમેસ્ટર એટલે કે બીજુ સમેસ્ટર શરૂ થશે.

બીજા સેમેસ્ટરમાં પરીક્ષાઓ પહેલા 1લી ઓગસ્ટથી8 ઓગસ્ટ સુધી પ્રીપરેટરી બ્રેક રહેશે અને 9 ઓગસ્ટથી 21મી ઓગસ્ટ સુધી બીજા સેમેસ્ટરની પરીક્ષાઓ લેવાની રહેશે. 22 ઓગસ્ટથી 29મી ઓગસ્ટ સુધી સેમેસ્ટર બ્રેક રહેશે. આ વિદ્યાર્થીઓની બેચ માટે નવુ શૈક્ષણિક સત્ર કે વર્ષ 30 ઓગસ્ટથી શરૂ કરવાનુ રહેશે.મહત્વનું છે કે યુજીસીએ કોરોનાને લઈને વાલીઓની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખતા વિદ્યાર્થી જો પ્રવેશ રદ કરાવે તો પુરી ફી પાછી આપી દેવા યુનિ.ઓને સૂચના આપી છે.
READ ALSO
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત