GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

યુજીસીની નવી ગાઈડલાઈન મુજબ સપ્ટેમ્બરનાં અંત સુધીમાં યોજાશે ફાઈનલ યરની પરીક્ષા, રદ થવાની તમામ અટકળોનો અંત

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે ગૃહ મંત્રાલયે મંજૂરી આપતા યુજીસીની નવી ગાઈડલાઈન મુજબ યુનિવર્સીટી દ્વારા સપ્ટેમ્બરનાં અંત સુધીમાં ફાઈનલ યરની પરીક્ષા લેવી પડશે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ પરિક્ષાઓ જુલાઈમાં યોજાવાની હતી, પરંતુ જીવલેણ કોરોનાવાયરસનાં વધતા કહેર વચ્ચે આ પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી.

યુનિવર્સીટી કે કોલેજ અંતિમ વર્ષની પરીક્ષા ઓનલાઈન અથવા ઓફલાઈન લઈ શકે

જો કોઈ વિદ્યાર્થી સપ્ટેમ્બરમાં લેવાનાર પરીક્ષા આપી નહી શકે તો યુનિએ બીજી એક તક આપવી પડશે, તેા માટે પરીક્ષાનું આયોજન કરવું પડશે. યુજીસી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઈડ લાઈનમાં જણાવવામાં આવ્યું છે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મંજૂરી મળ્યા પછી માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. જો કે પરીક્ષાનાં આયોજવનમાં કોરોના વાયરસથી બચવા માટેનાં તમામ ઉપાયો હાથ ધરવા પડશે.

અંતિમ વર્ષની પરીક્ષા રદ થવાની તમામ અટકળોનો અંત આવ્યો

જીવલેણ વાયરસનાં કારણે અંતિમ વર્ષની પરીક્ષા રદ થવાની તમામ અટકળોનો અંત આવ્યો છે.કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંકે જણાવ્યું હતું કે અંતિમ વર્ષનાં વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સીટી કે કોલેજ અંતિમ વર્ષની પરીક્ષા ઓનલાઈન અથવા ઓફલાઈન લઈ શકે છે. જુલાઈના અંત સુધીમાં તો હવે પરીક્ષાઓ લેવાશે નહી પરંતુ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં પરીક્ષાઓ થઈ શકે છે અને યુજીસી સપ્ટેમ્બરના અંત સુધીમાં પરીક્ષાની મંજૂરી આપી દીધી છે. યુજીસી યુજીમાં અને પીજીમાં છેલ્લા વર્ષની સેમેસ્ટર પરીક્ષાઓ લેવાની તરફેણમાં છે અને પરીક્ષાઓ રદ કરવાની તરફેણમાં નથી. યુજીસીની આજે મીટિંગ મળી હતી જેમાં કમિટીની ભલામણો બાદ પરીક્ષાઓ રદ ન કરવાનું નક્કી કરાયુ હતુ. ઉપરાંત બીજી બાજુ કેન્દ્રિય ગૃહમંત્રાલયે પરીક્ષાઓ લેવા મંજૂરી પણ આપી દીધી છે.

કેન્દ્રિય ગૃહમંત્રાલયે પરીક્ષાઓ લેવા મંજૂરી પણ આપી દીધી

કેન્દ્ર સરકારે અનલોક-2 હેઠળ 31 જુલાઈ સુધી સ્કૂલો-કોલેજો બંધ રાખવા ગાઈડલાઈન જાહેર કરી છે ત્યારે ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં યુનિ.ઓની પરીક્ષાઓ ચાલુ હોવાથી કેન્દ્રના શિક્ષણ વિભાગના સચિવે પરીક્ષાઓ મોકુફ કરી દેવા સૂચના આપી હતી.જેના પગલે ગુજરાતમાં જીટીયુ સહિતની યુનિ.ની પરીક્ષા મોકુફ કરાઈ. પરંતુ કેન્દ્રના શિક્ષણ સચિવે મંજૂરી માંગતા ગૃહમંત્રાલયે યુનિ.ઓની છેલ્લા વર્ષની પરીક્ષાઓ યોજવા મંજૂરી આપી છે. ઉપરાંત યુનિ.ઓની છેલ્લા વર્ષની પરીક્ષાઓને ફરજીયાત ગણવામા આવી છે. કેન્દ્રના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામા આવનાર એસઓપી સાથે અને કેન્દ્રની નવી સૂચનાઓ સાથે હવે પરીક્ષાઓ લેવાશે.

થોડા દિવસમાં કેન્દ્રિય શિક્ષણ વિભાગ રાજ્યોને પરીક્ષા લેવા માટે ફરી સૂચના આપશે અને યુજીસીએ આજે નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. યુજીસી દ્વારા હવે સપ્ટેમ્બર અંત સુધી પરીક્ષાઓ લેવા માટે સૂચના અપાઈ છે અને જેમાં ઓફલાઈન કે ઓનલાઈન તેમજ અન્ય કોઈ પણ વિકલ્પ સાથે પરીક્ષા લેવા મંજૂરી અપાશે.પરંતુ પરીક્ષા કે મૂલ્યાંકન વગર મેરિટ બેઝ પ્રમોશન શક્ય નથી. સપ્ટેમ્બરમાં નીટ–જેઈઈની પરીક્ષાઓ હોવાથી યુનિ.ઓની પરીક્ષાઓ પણ યોજાઈ શકે છે.જો કે તે પહેલા મેડિકલ-પેરામેડિકલની પરીક્ષાઓ જુલાઈ-ઓગસ્ટમાં પુરી કરી દેવાશે. યુજી-પીજીની પરીક્ષાઓની તૈયારી ઓ ફરી કરવા માટે હવે યુનિ.ઓને સમય લાગે તેમ હોવાથી જુલાઈના અંત સુધીમાં પરીક્ષાઓ નહી યોજાય.

કેન્દ્ર-રાજ્યો વચ્ચે સંકલન વચ્ચે અભાવ

કેન્દ્રના વિભાગો તેમજ રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે કોઈ સંકલન જ ન હોવાની ફરિયાદો ઉઠી છે. યુનિ.ઓની પરીક્ષાઓ મુદ્દે કેન્દ્ર સરકાર ત્રણ મહિને પણ નિર્ણયો લઈ શકી નથી.અનેકવાર પરીક્ષાઓ મુદ્દે નિર્ણયો ફેરવાયા .અગાઉ પરીક્ષાઓ લેવા સૂચના અપાઈ ત્યારબાદ પરીક્ષાઓ મોકુફ કરાવાઈ અને હવે ફરીથી પરીક્ષાઓ લેવા સૂચના અપાશે.કેન્દ્રના ગૃહ વિભાગે 31 જુલાઈ સુધી જાહેર કરેલી ગાઈડલાઈન વખતે પરીક્ષા મુદ્દે કેમ મંજૂરી ન આપી અને થોડા દિવસ બાદ કેન્દ્રના શિક્ષણ સચિવ પરીક્ષાઓ લેવા મંજૂરી માંગે છે અને પરીક્ષાઓ લેવા મંજૂરી આપવામા આવે છે.આ ઉપરાંત મેડિકલ-પેરામેડિકલ પરીક્ષાઓને લઈને પણ કેન્દ્રિય શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ વચ્ચે પણ સંકલન નથી.

READ ALSO

Related posts

રાહુલ ગાંધી આશા વર્કરને લઈને મોદી સરકાર પર બગડ્યા, સરકાર પહેલા ગૂંગી તો હતી પરંતુ હવે કદાચ બહેરી અને અંધ

Karan

ભાજપમાં ભડકાના એંધાણ: વસુંધરાએ નડ્ડાને રોકડુ પરખાવી દીધું, ભાજપ સાથે છું પણ સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં કરૂ !

Pravin Makwana

JEE Main 2020 પરીક્ષા દિવસની ગાઈડલાઈન થઈ જાહેર, માતા-પિતાએ પણ રાખવું પડશે આ ધ્યાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!