GSTV

વિદ્યાર્થીઓને મળી મોટી રાહત: માસ્ટર્સનો અભ્યાસ કરનારા સ્ટૂડન્ટ્સ માટે આવી ખુશખબર, NET ક્લિયર કરનારાને મળ્યો વધારાનો સમય

Last Updated on August 1, 2021 by Pravin Makwana

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને UGC NET માટેની એક જરૂરી નોટિફિકેશન વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર લઈને આવી છે. આ નોટિફિકેશનમાં એ વિદ્યાર્થીઓને જેને નેટ અથવા જેઆરએફ (NET or JRF) પરીક્ષા પાસ કરી લીધી છે. પણ કોવિડના કારણે માસ્ટર્સ ડિગ્રી પુરી કરી શક્યા નથી. તેમને વધારાનો સમય આપવામાં આવ્યો છે. આ ખુશખબરી એ વિદ્યાર્થીઓ માટે છે. જે પહેલા જ ડિસેમ્બર 2018 અથવા 2019માં UGC NET ક્લીયર કરી ચુક્યા છે. અથવા તો JRF માટે ક્વાલીફાઈ કરી ચુક્યા છે. પણ કોરોનાના કારણે માસ્ટર ડિગ્રી મેળવી શક્યા નથી.

UGCના નવા નોટિફિકેશન અનુસાર ડિસેમ્બર 2018માં યુજીસી નેટ/ Joint CSIR UGC NET ટેસ્ટ ક્વાલિફાઈ કરી ચુક્યા છે. તેમને 30 જૂન 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આવી જ રીતે જૂન 2019માં આ ટેસ્ટ પાસ કરનારા ઉમેદવારો 31 ડિસેમ્બર 2020 સુધીનો વધારાનો સમય આપવામાં આવ્યો છે.

આવી જ રીતે જે વિદ્યાર્થી માસ્ટર ડિગ્રી કોર્સનો અભ્યાસ કરી રહ્યા છે. તેમને પણ મોકો આપવામાં આવ્યો છે. તે પણ યુજીસી નેટ પરીક્ષા આપી શકશે. આ ઉપરાંત જે વિદ્યાર્થી માસ્ટર્સના હાલ ફાઈનલ ઈયરની પરીક્ષા આપી ચુક્યા છે. અને કોવિડના કારણે હજૂ સુધી રિઝલ્ટ નથી આવ્યુ તે પણ નેટ પરીક્ષા આપી શકશે.

દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે આવા સમયે UGC NET 2020 ડિસેમ્બરની પરીક્ષાને સ્થગિત કરી દેવામાં આવી હતી. બાદમાં આ તારીખ લંબાવીને 2 મે 2021થી 17 મે 2021 કરી દેવામાં આવી હતી. પણ કોરોનાની બીજી લહેરને જોતા આ પરીક્ષા સંભવ થઈ શકી નથી. હજૂ સુધી UGC NET 2021 Exam નવી તારીખ જાહેર થઈ નથી.

READ ALSO

Related posts

‘ભવિષ્યના સાથી’, સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપ-શિવસેના વચ્ચે જોડાણની અટકળો થઇ તેજ

Pritesh Mehta

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Vishvesh Dave

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!