GSTV

UGC એ સંભળાવ્યો એક મહત્વપૂર્ણ નિર્ણય, વર્ષ 2023 થી આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે ફરજીયાત જોઈશે પીએચડીની ડિગ્રી

Last Updated on October 13, 2021 by Zainul Ansari

યુજીસીએ યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની સીધી ભરતી માટે લાયકાતમાં પીએચડી ફરજિયાત કરતા હાલ ભરતીની તારીખ લંબાવવામાં આવી છે. યુજીસીના જણાવ્યા મુજબ હવે વર્ષ 2023થી આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી માટે પીએચડીની ડિગ્રી ફરજિયાત રહેશે. કોવિડ-19 મહામારીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

1 જુલાઈ, 2021થી આ નિયમો થશે લાગુ :

યુજીસી દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદન મુજબ યુજીસીએ કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીઓના વિભાગોમાં સહાયક પ્રોફેસરોની સીધી ભરતી માટે લાયકાત તરીકે પીએચડી ફરજીયાત આવતા હવે ભરતીની તારીખ 1 જુલાઈ, 2021થી વધારીને 1 જુલાઈ, 2023 કરવાનો નિર્ણય લીધો છે.

ડુટાએ નિર્ણયને આવકાર્યો :

દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન દ્વારા આ નિર્ણયને આવકારવામા આવ્યો છે. ડુટાના પ્રમુખ રાજીવ રાયે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના જુદા-જુદા વિભાગોમાં શિક્ષકો માટે આ નિર્ણય મોટી રાહત છે.

DU ની 251 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી :

દિલ્હી યુનિવર્સિટીએ 251 જગ્યાઓ પર ખાલી જગ્યાઓ ભરવા માટેની જાહેરાત બહાર પાડી છે. ડુટાના ખજાનચી આભા દેવ હબીબે જણાવ્યું હતું કે, શિક્ષકોની સંસ્થાએ નિમણૂક અને બઢતી સંબંધિત તમામ વિભાગોમાં છૂટછાટ આપવાની માંગ કરી હતી ત્યારે હાલ પીએચડીનો નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.

ઉમેદવારોએ કરી રાહતની માંગ :

હાલ કોરોના રોગચાળાને કારણે ઘણા ઉમેદવારો પીએચડી પૂર્ણ કરી શક્યા નથી અને આ જ કારણોસર ઉમેદવારોએ પીએચડી ફરજિયાતના નિયમમાંથી છૂટછાટ આપવાની માંગ કરી રહ્યા હતા ત્યારે હાલ સરકારે મુદત લંબાવીને ઉમેદવારોને રાહત આપી છે.

યુજીસીએ ઘડ્યા નિયમો :

હકીકતમાં, 2018માં યુજીસીએ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પ્રવેશ સ્તરની જગ્યાઓ પર ભરતી માટેના અમુક માપદંડો નક્કી કર્યા હતા. ત્યારબાદ ઉમેદવારોને પીએચડી પૂર્ણ કરવા માટે ત્રણ વર્ષનો સમય આપવામાં આવ્યો હતો તેમજ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને 2021-22ના શૈક્ષણિક સત્રથી ભરતીના ધોરણો લાગુ કરવાનું શરૂ કરવા કહેવામાં આવ્યું હતું.

Read Also

Related posts

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana

‘બાલા’ સ્ટેપ કરતી વખતે રણવીર સિંહે ખોટી જગ્યાએ મારી દીધો હાથ, ફ્યુચર પ્લાનિંગને લઇને અક્ષય કુમારે આપી દીધી આ વોર્નિંગ

Bansari

KBC 13/ સાહિલ અહિરવારના રૂપમાં મળ્યો કેબીસીને બીજો કરોડપતિ, ગાર્ડના દીકરાએ જીત્યા 1 કરોડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!