GSTV
Gujarat Government Advertisement

વિદ્યાર્થીઓ માટે ખુશખબર / કોલેજમાં પસંદગીના વિષય તરીકે UGCએ NCC લેવાની મંજૂરી આપી

Last Updated on May 6, 2021 by Dhruv Brahmbhatt

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ કોલેજમાં વિદ્યાર્થીઓને પસંદગીના વિષય તરીકે NCC (નેશનલ કેડેટ કોપ) લેવાની મંજૂરી આપી દીધી છે. UGC દ્વારા 15 એપ્રિલ 2021ના રોજ તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓ માટે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનો આ એક હિસ્સો છે જેમાં NCCને નવી દિલ્હી સ્થિત નેશનલ કેડેટ કોપ મહાનિદેશાલય દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવની પ્રતિક્રિયા રૂપે સામાન્ય પસંદગીના ક્રેડિટ અભ્યાસક્રમ (GECC) તરીકે ધ્યાનમાં લીધો છે.

UGC

ગુજરાત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા મળ્યો સકારાત્મક પ્રતિભાવ

ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓમાં પસંદગીના વિષય તરીકે NCCને સામેલ કરવાના વહેલી તકે અમલીકરણ માટે ગુજરાત નિર્દેશાલય અમદાવાદ સ્થિત NCC હેડક્વાર્ટર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પ્રસ્તાવિત અમલીકરણ, જેનો અમલ આગામી શૈક્ષણિક સત્રમાં કરવાનું આયોજન છે, તેને ગુજરાત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા સકારાત્મક પ્રતિભાવ મળ્યો છે. સરદાર કૃષિનગર દાંતીવાલા કૃષિ યુનિવર્સિટીના આદરણીય કુલપતિ ડૉ. આર.એમ. ચૌહાણ અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના આદરણીય કુલપતિ શ્રી જે.જે.વોરાએ પહેલાંથી જ NCCને પસંદગીના વિષય તરીકે અમલમાં મુકવાની ઇચ્છા દર્શાવી દીધી છે.

આ કવાયત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુરૂપ છે

B અને C પ્રમાણપત્ર માટે NCCનો અભ્યાસક્રમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની પસંદગી આધારિત ક્રેડિટ સિસ્ટમ (CBCS) અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે. આ કવાયત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુરૂપ છે જેમાં વિદ્યાર્થીઓ માત્ર સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા વિષયો સુધી સીમિત રહેવાના બદલે તેમના પસંદગીના વિષયો પસંદ કરી શકે છે. અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂરો કર્યા પછી, વિદ્યાર્થીઓને ક્રેડિટ પોઇન્ટ્સ આપવામાં આવે છે જેનાથી તેઓ પોતાની સંબંધિત પદવી માટે ક્વૉલિફાઇ થઇ શકશે. આ પ્રસ્તાવને રાષ્ટ્ર નિર્માણની દિશામાં એક દૂરંદેશી પગલાં તરીકે જોવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!