GSTV
Home » News » મેસીને પાછળ મૂકી રોનાલ્ડો બન્યો UEFA પ્લેયર ઓફ ધ ઇયર

મેસીને પાછળ મૂકી રોનાલ્ડો બન્યો UEFA પ્લેયર ઓફ ધ ઇયર

રિયલ મૈડ્રિડના સ્ટાર ફોરવર્ડ ક્રિસ્યિયાનો રોનાલ્ડો યુઇએફઇ પ્લેયર ઓફ ધ ઇયર એવોર્ડનો હકદાર બન્યો છે. તેણે લિયોનેલ મેસી અને જુવેન્ટ્સના કીપર ગિઆનલીગી બફોનને પાછળ મૂકી આ સિદ્વિ હાંસલ કરી છે. 32 વર્ષિય રોનાલ્ડોએ રિયલ મૈડ્રિડને સતત બીજો ચેમ્પિયન્સ લીગ ખિતાબ જીતાડ્યો છે. સાથે તે ગત સત્રમાં 12 ગોલની સાથે ટૂર્નામેન્ટનો ટૉપ સ્કોરર પણ રહ્યો છે.

 રોનાલ્ડો ત્રીજી વખત આ એવોર્ડ હાંસલ કરવામાં સફળ રહ્યો છે. તેણે બાર્સિલોનાના પોતાના પ્રતિસ્પર્ધી મેસીને પીછળ મૂક્યો છે, જેના નામે બે એવોર્ડ છે. આ પહેલા રોનાલ્ડોએ 2013, 2014 અને 2015-16માં આ એવોર્ડ પોતાના નામે કર્યો હતો. રિયલ મૈડ્રિડના લૂકા મોડ્રિક બેસ્ટ મીડફિલ્ટર, રિયલ મૈડ્રિડના કપ્તાન સર્જિયો રામોસ બેસ્ટ ડેફિન્ડર અને ગિઆનલીગી બફોન બેસ્ટ ગોલકીપરનો એવોર્ડ જીતવામાં સફળ રહ્યાં હતા. રોનાલ્ડોએ પોતાનો આ એવોર્ડ પોતાના પરિવાર, મિત્રો અને પ્રશંસકોને સમર્પિત કર્યો છે. તેણે કહ્યું કે, આ ટ્રોફી મને આગળ પણ સારું રમવા માટે પ્રોત્સાહિત કરશે, હું તેને ક્યારેય નહીં છોડું.

 

Related posts

દેશની આ સ્ટાર પહેલવાને પદ્મ એવોર્ડની પસંદગી પર ચોંકાવનારા સવાલ ઉઠાવ્યા, જાણો તમામ વિગતો

pratik shah

૧૫ વર્ષની કોકો ગૉફે ઓસાકાને હરાવતા મેજર અપસેટ : સેરેના પણ બહાર ફેંકાઈ

Bansari

ફેડરરે પાંચ સેટના સંઘર્ષ બાદ મિલમેનને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનમાં ૧૦૦મો વિજય મેળવ્યો , સિત્સિપાસ આઉટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!