ઉદ્ધવ ઠાકરે એ રાજકીય રીતે ફરીવાર સક્રિયતા દર્શાવી છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેનાએ પ્રકાશ આંબેડકરની આગેવાની વાળા વંચિત બહુજન અઘાડી સાથે ગઠબંધન કર્યું છે. ઉદ્ધવ સમૂહવાળી શિવસેના અને વંચિત બહુજન અઘાડી થયેલા આ ગઠબંધનને શિવ શક્તિ અને ભીમ શક્તિના ગઠબંધન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

વર્ષ 2023માં બીએમસીની ચૂંટણી અને વર્ષ 2024 લોકસભાની ચૂંટણીમાં આ ગઠબંધન ઉપયોગી સાબિત થઈ શકે છે. પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતું કે ચર્ચા-વિચારણાના અંતે અમે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. નોંધનીય છે કે ઉદ્ધવ ઠાકરે ગ્રુપની શિવસેના મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં સામેલ છે, જેમાં તેના સાથી દળ – કોંગ્રેસ અને એનસીપી છે. નોંધનીય છે કે એકનાથ શિંદે દ્વારા કરવામાં આવેલા બળવા બાદ ઘણા ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરેનું સાથ છોડી દીધું હતું.
Also Read
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ