GSTV

ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસે સંજય રાઉતનું મોટું નિવેદન, મહારાષ્ટ્રથી કોઈ દેશની કમાન સંભાળશે તે ગમશે

Last Updated on July 27, 2021 by pratik shah

મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે 61 વર્ષના થયા. મહારાષ્ટ્રમાં 6 જીલ્લામાં આવેલા પૂરને કારણે ઉદ્ધવ ઠાકરે પોતાના જન્મદિવસની ઉજવણી નથી કરી રહ્યાં. જોકે રાજકરણથી લઈ સામાજીક ક્ષેત્રના લોકોએ ઉદ્ધવ ઠાકરેને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ પણ ઉદ્ધવ ઠાકરેને શુભકામના પાઠવી હતી.

uddhav thackeray

ઉદ્ધવ ઠાકરે દેશનું નેતૃત્ત્વ કરવાની ક્ષમતા રાખે છે

આ દરમિયાન શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે,‘ઉદ્ધવ ઠાકરે સૌને સાથે લઈને ચાલનાર નેતા છે. ઉદ્ધવ ઠાકરે રાષ્ટ્રનું નેતૃત્ત્વ કરી શકે છે.’  જ્યારે એનસીપી સુપ્રીમો શરદ પવારને ઉદ્ધવ ઠાકરેના દેશના નેતૃત્ત્વ કરવાની ક્ષમતા અંગે સવાલ કરાયો તો તેમણે કહ્યું કે,‘મને આનંદ થશે. કોઈપણ વ્યક્તિ મહારાષ્ટ્રથી દેશનું નેતૃત્ત્વ કરશે તે ખુશીની વાત ગણાશે.’

  • ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસે સંજય રાઉતનું મોટું નિવેદન
  • ઉદ્ધવ ઠાકરે દેશનું નેતૃત્ત્વ કરવાની ક્ષમતા રાખે છે: રાઉત
  • મહારાષ્ટ્રથી કોઈ દેશની કમાન સંભાળશે તે ગમશે: પવાર
સંજય

શરદ પવારે ઉદ્ધવ સરકારના કામોની પ્રશંસા કરતા ભાજપ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે,‘અમુક લોકો કહે છે કે તેઓ વેટિંગ પર છે. આવા લોકો પોતાનું વિચારે છે. પેહલા પૂર પ્રભાવિત વિસ્તારના લોકોની મદદ કરવાની જરૂર છે.’

READ ALSO

Related posts

ભારતની Agni-V પરમાણુ બેલાસ્ટિક મિસાઈલથી ચીનના પેટમાં તેલ રેડાયું, યુએનમાં કરી ફરિયાદ

Damini Patel

રૂપાણી સરકારના એક સિનિયર પ્રધાને કરોડોમાં જમીનનો સોદો કર્યાની ચર્ચાએ જોર પકડ્યું, ઘેર બેઠાના બીજા જ દિવસે સોદો પાડ્યો

Dhruv Brahmbhatt

મોદીની સામે મમતા બેનરજી, દીદીએ કહ્યું- રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી સામે ટક્કર લઈ શકે તેમ નથી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!