GSTV

Helicopter Crash: જમ્મુ કાશ્મીરમાં સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ, ઘાયલ બન્ને પાયલોટના મોત

Last Updated on September 21, 2021 by pratik shah

જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir) ના ઉમધપુર જિલ્લાના શિવગઢ ધારથી સેનાના એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાના અહેવાલ સામે આવ્યા હતા. સૂચના મળતાની સાથે જ સેના અને પોલીસની ટીમને રવાના કરી દીધી હતી. ક્રેશની આ ઘટનામાં બે પાયલટ ઘાયલ થઈ ગયા હતા. બન્ને પાયલોટને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, પરંતુ દુખદ સમાચાર એ છે કે સારવાર દરમ્યાન બન્ને પાયલોટના મોત નિપજ્યા છે.

પોલીસે કહ્યું કે આ વિસ્તારમાં ભારે ધુમ્મસ હતો, તેથી તે અત્યારે કહી શકાય નહીં કે તે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું કે ક્રેશ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જમ્મુ -કાશ્મીર પોલીસે માહિતી આપી હતી કે ઉધમપુરના પટનીટોપ વિસ્તાર પાસે હેલિકોપ્ટર પડવાની માહિતી સ્થાનિક લોકોએ આપી હતી. અમે આ વિસ્તારમાં ટીમ મોકલી છે.

અધિકારીઓએ જાણકારી આપી છે કે આ ઘટના જિલ્લાના શિવગઢ ધાર વિસ્તારમાં સવારે 10 કલાકે 30 મિનીટથી લઈને 10 કલાકે 45 મિનિટ વચ્ચે થઈ હતી. તેમણે જણાવ્યું કે સ્થાનિક લોકો એ એક પાયલોટને બહાર કાઢ્યા હતા. આ હેલિકોપ્ટર સેનાના એવિએશન કોરનું છે. ઉત્તરી કમાનના એક રક્ષા પ્રવક્તાએ આ દુર્ઘટનાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે દુર્ઘટના સંબધિત જાણકારીઓને એકત્રિત કરવામાં આવી રહી છે, અને સેના આ સંબધમાં નિવેદન જાહેર કરશે.

READ ALSO

Related posts

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Zainul Ansari

પાકિસ્તાની સેનાએ છીનવી લીધો ઇમરાનની સરકારનો ‘અધિકાર’ , નદીમને બનાવ્યો ISI ચીફ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!