GSTV

જેલોમાં વકરી રહ્યો છે કોરોના/ અહીંની જેલમાં એક સાથે 204 કેદીઓને થયો છે કોરોના, જેલમાં કેદ ડૉન પણ ચપેટમાં આવ્યો

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. જ્યાં સિતારગંજ જેલમાં અનેક કેદીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યાં કોરોનાનું સંક્રમણ રોકાવાનું નામ નથી લેતું. અત્યાર સુધીમાં અહીં 204 કેદીઓને કોરોનાનું ચેપ લાગ્યો છે.

જેલમાં કેદ ડોનને પણ થયો કોરોના

મોડી રાતે આવેલી વિગતો પ્રમાણો જોઈએ તો, સિતારગંજ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા અંડરવલ્ડ ડોન પીપી પાંડેયને પણ કોરોના થયો છે. ડોન પીપી પાંડેને કડક સુરભા વચ્ચે કોવિડ કેર સેન્ટરમાં ભરતી કરાવ્યો છે.

હકીકતમાં જોઈએ તો, સિતારગંજ સેંન્ટ્રલ જેલમાં અનેક કેદીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. સિતારગંજમાં સતત વધી રહેલા કોરોનાના કેસથી પ્રશાસનની પણ ઉંઘ હરામ થઈ ગઈ છે. સેંન્ટ્રલ જેલના કેદીઓમાં ફેલાઈ રહેલા કોરોના વાયરસથી પ્રશાસનની ચિંતામાં વધારો થયો છે. સંક્રમિત તમામ કેદીઓને રુદ્વપુર શિફ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 204 કેદીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. 19 સપ્ટેમ્બરના રોજ 150 કેદીઓના ટેસ્ટ લેવામાં આવ્યા હતા, જેમાં 95 કેદી કોરોના પોઝિટીવ આવ્યા હતા.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!