GSTV

Oscars 2022/ ‘સરદાર ઉદ્યમ સિંહ’ અને ‘શેરની’ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ, ભારતની કુલ 14 ફિલ્મોની પસંદગી

ઓસ્કાર

Last Updated on October 23, 2021 by Damini Patel

ઓસ્કાર એવોર્ડસ ૨૦૨૨માં વિદ્યા બાલનની ફિલ્મ શેરની અને વિક્કી કૌશલની સરદાર ઉધમ સિંહની પસંદગી કરવામાં આવી છે.

એકોડમી એવોર્ડસનું આયોજન આવતા વરસે માર્ચ મહિનામાં લોસ એન્જલન્સમાં કરવામાં આવશે. જેની તૈયારીઓ અત્યારથી શરૂ થઇ ગઇ છે. આ ઇવેન્ટમાં ભારતની એન્ટ્રી માટે ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાની તરફથી ૧૪ ફિલ્મોને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. જેમાં વિદ્યા બાલનની શેરની અને વિક્કી કૌશલની સરદાર ઉધમ સિંહ છે. ભારતે ૧૪ ફિલ્મોની પસંદગી કરી છે જેમાં તમિલ ફિલ્મ, મલયાલમ ફિલ્મો પણ સામેલ છે.

ઓસ્કર

જણાવી દઈએ કે આવતા વર્ષે 27 માર્ચ 2022ના રોજ લોસ એંજેલિસ કેલિફોર્નિયામાં 94માં એકેડમિક એવોર્ડ એટલે ઓસ્કાર એવોર્ડ (Academy/ Oscar Awards)નું આયોજન કરવામાં આવશે. ‘ઉદ્યમ સિંહ’ અને શેરની’ આ બંને જ ફિલ્મ આ વર્ષે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઇ છે.

શેરની અને ઉદ્યમ સિંહ ઓસ્કાર માટે સિલેક્ટ

વિદ્યા બાલન શેરની ફિલ્મમાં ફોરેસ્ટ ઓફિસરની ભૂમિકામાં જોવા મળી હતી. વિદ્યા બાલનનાં કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં શરત સક્સેના, મુકુલ ચઢ્ઢા, વિજય રાજ, ઇલા અરુણ, નીરજ કબી અને બ્રિજેન્દ્ર કાલા જેવા પ્રતિભાશાળી કલાકારો પણ જોવા મળ્યા હતા.

બીજી બાજુ, શૂજિત સરકારની વિકી કૌશલ અભિનિત ફિલ્મ ઉધમ સિંહ દેશના સાચા શૂરવીર અને ક્રાંતિકારીની વાર્તા છે, જે 1919માં જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા ઈંગ્લેન્ડ પહોંચ્યો હતો અને સામે ગોળીઓ વડે એક અંગ્રેજ અધિકારીની છાતી વીંધી હતી.આ ફિલ્મમાં વિકી કૌશલ સરદાર ઉધમ સિંહના રોલમાં જોવા મળ્યો હતો અને તેણે આ પાત્રને ખૂબ જ સુંદર રીતે જીવ્યું છે.

Read Also

Related posts

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!