GSTV
Home » News » સાવરકર પર સંગ્રામ : રાહુલના નિવેદનથી ઉદ્ધવ નારાજ, કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે કરશે વાત

સાવરકર પર સંગ્રામ : રાહુલના નિવેદનથી ઉદ્ધવ નારાજ, કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે કરશે વાત

સાવરકર પર આપેલા નિવેદન ઉપર રાજકારણ ગરમાયું છે. તો સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે શિવસેના પ્રમુખ અને સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ રાહુલ ગાંધીના નિવેદન પર આપત્તિ જાહેર કરી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે, રાહુલના નિવેદનને લઈને ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વાત કરશે. આ પહેલા શિવસેના નેતા સંજય રાઉતે પણ ટ્વીટ કરીને સાવરકરના સંમાનની વાત કરી ચુક્યા છે.

નોંધનિય છે કે કોંગ્રેસ પાર્ટીની દિલ્હી ખાતે આયોજીત ભારત બચાવો રેલીમાં રાહુલ ગાંધીએ સાવરકર વિશે આ ટિપ્પણી કરી હતી. જેના કારણે શિવસેના નારાજ છે.

મારું નામ રાહુલ સાવરકર નથી… રાહુલ ગાંધી છે

કોંગ્રેસની ભારત બચાવો રેલીમાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપ સરકાર પર આકરા શાબ્દિક ચાબખાં ફટકાર્યા. રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થા, મંદી, બેરોજગારી તેમજ ખેડૂતો મુદ્દે સીધું જ પીએમ મોદી પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ જણાવ્યું કે મને મારા નિવેદન બદલ માફી માંગવા માટે કહેવામાં આવ્યું. પરંતુ હું સચ્ચાઇ માટે ક્યારેય માફી નહીં માંગુ.

તેમણે કહ્યું કે મારું નામ રાહુલ સાવરકર નથી. રાહુલ ગાંધી છે. જો કોઇએ માફી માંગવાની જરૂર છે તો તે મોદી અને શાહને છે. બંનેએ દેશવાસીઓની માફી માંગવી જોઇએ. તેમણે કહ્યું કે નોટબંધીને કારણે અર્થવ્યવસ્થાને જે ફટકો પડ્યો છે તેની કળ હજુ વળી નથી. નરેન્દ્ર મોદી એકલાએ સમગ્ર દેશની અર્થવ્યવસ્થા નષ્ટ કરી દીધી. તેમણે તમારા ખિસ્સામાં રહેલા પૈસા છિનવી લીધા.

રાહુલે કહ્યું કે ભાજપ સરકારે તમામ પૈસા 2-3 ઉદ્યોગપતિઓને ધરી દીધા છે. જેના કારણે લોકોના મોબાઇલ ડેટા પણ મોંઘા થઇ ગયા છે. આજે જીડીપી ગ્રોથ 4 ટકા છે પરંતુ હકીકતમાં જોઇએ તો ફક્ત 2.5 ટકા જ જીડીપી છે. રાહુલ ગાંધીએ મીડિયાને પણ સલાહ આપતા કહ્યું કે મીડિયા અમારી સરકાર પર આક્રમણ કરતું હતું. એ સમયે તમે તમારું કામ કર્યું. પરંતુ અત્યારે તમે તમારું કામ ભૂલી ગયા છો.

READ ALSO

Related posts

અમદાવાદ બે જૂથ વચ્ચે પથ્થરમારો, પોલીસનો કાફલો ઘટના સ્થળે

Nilesh Jethva

નેતા વિપક્ષ ધાનાણીએ એક બાદ એક ટ્વીટ કરી ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કરી આ માગ

Nilesh Jethva

આ મહાશિવરાત્રી પર નાગિન લેશે પોતાનો બદલો, આ શખ્સની સામે ખુલી જશે બ્રિન્દાની હકીકત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!