GSTV

ઉદ્ધવ ઠાકરેનો પુત્રપ્રેમ મોદીને ભારે પડશે : હવે જીદે ભરાયા, જાણે છે કે ભાજપ પાસે નથી કોઈ વિકલ્પ

મહારાષ્ટ્રની 14મી વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે બહાર આવતાં ભાજપની બેઠકો ગત વર્ષની સરખામણીમાં ઘટી ગઇ છે. પણ રાજ્યમાં સરકાર સ્થાપવા માટે શિવસેનાની મદદ લીધા વગર ભાજપનો પર્યાય નથી. આથી શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ લોકસભા ચૂંટણીવેળા નક્કી કરાયેલી ફોર્મ્યુલા અનુસાર અમે આગળ વધીશું. એમ સ્પષ્ટપણે ઠાકરેએ જણાવ્યું હતું. એટલે કે પરિવારનો વારસ એવા આદિત્ય ઠાકરેને મુખ્ય પ્રધાન પદે વરણી કરવાની તેમણે સંકેત પત્રકાર પરિષદમાં આવ્યા હતા. એટલે કે આદિત્યને મુખ્ય પ્રધાન બનાવવા માટે ઉદ્ધવ ઠાકરેને ઉતાવળ છે. એવું વર્તાઇ રહ્યું છે.

રાજ્યમાં કોઇપણ સત્તા પર આવે પણ રાજકીય પક્ષ તરફથી થતા એક તરફ કારભાર પર અંકુશ મૂકવાનું કામ રાજ્યની જનતા કરે છે. એટલે કે તેઓ પોતાની ત્રીજી આંખ ખુલ્લી કરીને તેમના પર લગામ લગાડે છે. પરિણામનામાધ્યમથી જનતાએ આ કામ કર્યું હોવાનું કહીને તેમણે ભાજપની અબકીબાર 220 બેઠક પાર એવી ઘોષણાને લગામ લગાડીને ટીકા કરી હતી. આ સિવાય અંતિમ નિર્ણય આવ્યા બાદ ફોર્મ્યુલા પર નિર્ણય થયા બાદ સત્તા  સ્થાપવાનો દાવો કરાશે અમને સત્તા માટે કોઇપણ ઉતાવળ નથી, એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

અત્યાર સુધી અમે ભાજપની ભરપૂર અડચણો સમજી લીધી છે. પણ શિવસેનાને સત્તામાં 50-50નો હિસ્સો જોઇએ છે એમ ઉદ્ધવ ઠાકરેએ કહીને ભાજપને પોતાની ઇચ્છા બતાવી દીધી છે.વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની 123 બેઠક પરથી ઘટીને 105 બેઠક પર આવી છે. આથી 57ની આસપાસ બેઠક જીતીને શિવસેનાની મહાયુતિમાં બાર્ગેનિંગ પાવર વધારી દીધો છે. એટલે કે પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરે આક્રમક દેખાતા હતાં.

આ વેળા વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી વેળા ફોર્મ્યુલા અનુસાર શિવસેના અને ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં સમાન જગાની ફાળવણીનું કરવાનું નક્કી કર્યું હતું. ભાજપના નેતાઓએ અમારી સમસ્યા સમજવી એવી વિનંતી કરી હતી. આથી અમે સમસ્યા સમજીને બેઠક ઓછી લીધી હતી. પણ હવે વધુ અડચણ કે સમસ્યા સમજાવા અમે તૈયાર નથી. 

હવે ફીફ્ટી- ફીફ્ટીની ફોર્મ્યુલાનો અમલ કરવો જ પડશે. આ માટે સંપૂર્ણ પરિણામ હાથમાં આવ્યા બાદ શિવસેના- ભાજપના નેતા એકત્રીત બેસવું પડશે. જરૂર પડશે તો અમિત શાહને મુંબઇમાં બોલીવીશું, એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું. આ વેળા ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ-એન.સી.પી.ની સાથે મળીને સત્તા સ્થાપવાની શક્યતાને તેમણે ફગાવી દીધી હતી. મને જરાપણ ઉતાવળ નથી. હું આરામથી બેઠો છે. માત્ર સત્તા માટે હું જરાપણ પાગલ પણુ કરીશ નહી, એમ સ્પષ્ટ પણે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

READ ALSO

Related posts

બોલિવિયામાં થયેલી હિંસામાં 23ના મોત, 715 લોકો ઘાયલ

Nilesh Jethva

નાણામંત્રી નિર્મલા સિતારમણે AIR INDIA અને (BPCL) બાબતે આપ્યું મોટું નિવેદન ,જાણો..

pratik shah

અયોધ્યા પર રિવ્યૂ પિટીશન દાખલ કરશે AIMPLB, મસ્જિદ માટે બીજી જમીન ના મંજુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!