GSTV
Gujarat Government Advertisement

ઉદ્ધવ સરકાર મહારાષ્ટ્રમાં ફરી લાગુ કરી શકે છે લોકડાઉન, આ છે લાગુ કરવાના કારણો

કોરોનાને કારણે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ભયાવહ સ્થિતિ સર્જાઇ છે. ત્યારે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાની વાત કરી છે.

પ્રતિબંધોનું પાલન નહિ કરો તો લોકડાઉન

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે જો લોકો પ્રતિબંધોનું યોગ્ય પાલન નહીં કરે તો રાજ્યમાં ફરી એક વખત લોકડાઉન લાગુ કરવું પડી શકે છે. ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું કે અમે કેન્દ્ર સમક્ષ લોકલ ટ્રેનો શરૂ કરવાની માંગ કરી ચૂક્યા છીએ. શટડાઉનને કારણે અનેક લોકો ફરી પોતાની નોકરી પર જઇ શકતા નથી.

મહારાષ્ટ્રમાં મિશન સ્ટાર્ટ અગેઇન

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સરકાર મિશન સ્ટાર્ટ અગેઇન માટે યોગ્ય દિશામાં અને સતર્ક પગલાંઓ ભરી રહી છે. અમે લોકડાઉનને ક્રમબદ્ધ રીતે લાગુ કર્યું અને તે જ પ્રકારે હટાવવું પડશે. કેમકે ખતરો હજુ સુધી ટળ્યો નથી. જો લોકડાઉનમાં ઢીલ આપવાથી સતત ખતરો વધશે તો અમે લોકડાઉનને ફરી લાગુ કરવા મજબૂર બનીશું. મહારાષ્ટ્રના લોકો સરકારને સહયોગ આપી રહ્યા છે અને નિર્દેશોનું પાલન કરી રહ્યા છે. પ્રજાજનોને વિશ્વાસ છે કે સરકાર તેમના હિતમાં કામ કરી રહી છે.

Gujarat Government Advertisement

Related posts

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

BREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન

Dhruv Brahmbhatt

શું તમારી પાસે ડુપ્લીકેટ Vaccine Certificate તો નથી ને! આ રીતે સરળતાથી જાણી શકશો, ફોલો કરો આ સ્ટેપ્સ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!